ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, આખરે જનતા જનાર્દન યાદ આવી સરકારને..... 

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, આખરે જનતા જનાર્દન યાદ આવી સરકારને..... 
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, આખરે જનતા જનાર્દન યાદ આવી સરકારને..... 
નિર્માલ્ય અને સદીના સૌથી નબળા વિપક્ષથી જનતાએ આશા મૂકી દીધી હતી 
ન્યૂઝ ડેસ્ક 
દેશભરમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વસુલવામાં આવી રહેલી એક્સાઇઝ ડ્યુટીને ઘટાડી છે, પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યાર બાદ દેશભરમાં દિવાળીના દિવસથી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો દિલ્હી સહિતની વિવિધ રાજ્ય સરકારોએ પણ વેટ માં ઘટાડો કરવાની ફરજ પડી છે, પેટ્રોલમાં ગુજરાતમાં 7 રૂપિયા અને ડીઝલમાં પણ 7 રૂપિયાનો જંગી ઘટાડો કરાયો છે, આટલો મોટો ઘટાડો કરવા પાછળ જનતામાં રહેલો ગુસ્સો અને ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામો જવાબદાર છે નબળા અને નિર્માલ્ય વિપક્ષને પગલે જનતા કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યોમાં રહેલી ભાજપની સરકાર ના સતત મોંઘવારી દર્શક વહીવટને સહન કરતી રહી છે છેલ્લા એકાદ વર્ષથી વધારાની વસુલવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી થી કેન્દ્ર સરકારને 1.78 લાખ કરોડ રૂપિયા નો સીધો ફાયદો થયો છે જે કોરોના ના નામે વસુલવામાં આવતો હતો જોકે આ વસૂલાતમાં માસ્ક ના ડાન્સ અને અન્ય દંડ ને ગણવામાં નથી આવ્યો ગુજરાત સરકારે કેટલી કમાણી વેટ દ્વારા પેટ્રોલ અને ડીઝલ મારફત કરી તેનો હિસાબ આપવામાં નથી આવ્યો મોંઘવારીએ એટલી પીડા સામાન્ય લોકોને પહોંચાડી છે કે સહનશીલતાની હદ પુરી થઇ ગઈ છે જોકે ગુણગાન ગાવાનો કોન્ટ્રાકટ લેનારા દલાલો ને હવે જનતા ઓળખી ચુકી હોઈ પોતાનો ગુસ્સો પેટા ચૂંટણી વખતે આપી દીધો છે જેનો કડવો અનુભવ જેપી નાંધઢા ના ગૃહ રાજ્ય હિમાચલમાં ડીપોઝીત ગુમાવીને ભાજપને થઇ છે તયાતે આ ભાવ ઘટાડો કરવાની ફરજ આખરે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભુપેન્દ્ર પટૅલ સરકારને પડી છે ... વંદે માતરમ જય હિન્દ