ઇન્સ્ટાગ્રામ પ્રસ્તુત કરે છે અમદાવાદ ના યુવાનો સમક્ષ સ્વયં ની ઓળખ શોધવા નો સામર્થ્ય

ઇન્સ્ટાગ્રામ પ્રસ્તુત કરે છે અમદાવાદ ના યુવાનો સમક્ષ સ્વયં ની ઓળખ શોધવા નો સામર્થ્ય

ઇન્સ્ટાગ્રામ પ્રસ્તુત કરે છે અમદાવાદ ના યુવાનો સમક્ષ સ્વયં ની ઓળખ શોધવા નો સામર્થ્ય


સિન્ધુભુવન માર્ગ પર SHOTT માં યોજાશે રીલ બનાવવા નો એક અનુભવ

અમદાવાદ, ૨9 ઓક્ટોબર ૨૦૨૧ : આ સપ્તાહાંત, ઇન્સ્ટાગ્રામ અમદાવાદમાં એક સક્રિયકરણ શરુ કરશે જેનો ઉદેશ્ય યુવાનો ને તેમની અંગત વાર્તાઓ ને આ ઓનલાઇન મંચ પર વ્યક્ત કરવા અને સ્વયં ને ઓળખવા માટે પ્રોત્સાહિત કરવા નો છે. આ સક્રિયકરણ આ મંચ ના નવા અભિયાન 'વી આર ઈન ધ મેકિંગ' નો એક ભાગ છે. 

'વી આર ઈન ધ મેકિંગ' એ આધાર પર શરુ કરવામાં આવ્યો છે કે યુવાનો પોતાને વ્યક્ત કરીને સમૂહ નો ભાગ બનવા ઈચ્છે છે પણ પોતાની આસપાસ થી પ્રોત્સાહન શોધતા હોય છે. આ ઝુંબેશ નું મૂળ એ હકીકતમાં છે કે યુવાનો માટે ઓળખ વ્યક્તિગત નથી, તેનું સતત અન્વેષણ કરવામાં આવે છે. ઓળખ ઉભી કરવાનો અર્થ છે તમારા મહત્વના લોકો સાથે ઊંડી રીતે જોડાવું, નવી રુચિઓ નો શોધ અને પ્રયોગ કરવો, અથવા તમારા વિચારો અને દૃષ્ટિકોણ વ્યક્ત કરવા, ભલે તે હજુ વિકાસ માં હોય.

આ ધ્યાનમાં રાખી, ૨9 થી 3૧ ઓક્ટોબર સુધી ઇન્સ્ટાગ્રામ સિન્ધુભુવન માર્ગ પર સ્થિત લોકપ્રિય મનોરંજન કેન્દ્ર અને રમત આર્કેડ SHOTT ખાતે સવારે ૧૦ થી સાંજ ના 7 વાગ્યા સુધી એક અનુભવ કાર્યક્રમ યોજી રહ્યું છે. આ અનુભવ ને જીવંત કરશે અમદાવાદ ના પોતાના વાર્તાકાર સ્ટુડિયો અને કલા સંગ્રહ હોઉસ ઓફ બસર્ક, જેના સુકાની કલાકાર પ્રિયંકા ઠાકર, યુવાન ઉભરતા ડિઝાઈનર અને ચિત્રકાર સૃષ્ટિ ગુપ્તા રોય (@srillustrator) અને કળા ના અગ્રણી વસ્તુપાલ મંચ, આર્ટ એન્ડ ફોઉંડ નું સ્થાપન. આબેહૂબ રંગો અને સ્થાનિક ગુજરાતી પોપ પ્રતીકોનો ઉપયોગ કરીને આ આર્ટ સ્થાપન કલાકારોની ઝુંબેશની દ્રષ્ટિને જીવંત બનાવે છે. 

ફેસબુક ઇન્ડિયા ના માર્કેટિંગ ડાઈરેક્ટર અવિનાશ પંત એ આ સંદર્ભમાં કહ્યું "રીલ્સ થકી અમે વિડિઓ બનાવનાર ના એક નવા વર્ગ ને જોયો છે જેઓ તેમની રુચિઓ શોધી કાઢી છે અને પોતાને વ્યક્ત કરતા શીખી ગયા છે, અને આમ કરતા તેઓએ રાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અમદાવાદ ના આ અનુભવ દ્વારા અમે લોકો ને પ્રોત્સાહિત કરીએ છીએ કે પોતાની ઓળખ ઘડે, ભલે તેમની વ્યક્તિગત વાર્તાઓ વિકાસ ના તબક્કા માં હોય. અમને આશા છે કે આ અનુભવ અમદાવાદના યુવાનોને ઇન્સ્ટાગ્રામ પર અભિવ્યક્ત કરવા અને પોતાને ઘડવા માટે પ્રોત્સાહિત કરશે.” 

મનન દેસાઈ (@instafunny_manan), રિંકલ પારેખ (@riinkal) આયુષી જે (@purpleclutcher), હરિતા (@thatshowweeat) જેવા સ્થાનિક સર્જકો SHOTT પર અનુભવની મુલાકાત લેશે, જેઓ બેકગ્રાઉન્ડમાં રીલ્સ બનાવશે અને અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરશે.

અમદાવાદ તેમજ આખા ભારત માં ચાલતી આ ઝુંબેશ વિષે વધુ જાણવા #InTheMaking અને #MakeTheReelYou ને ફૉલો કરો.