ભાઈ બીજ નિમિતે બહેનો માટે સિટી બસ અને બીઆરટીએસ ની મફત મુસાફરી, મનપા ની ભેંટ

ભાઈબીજ નિમિતે રાજકોટમાં બહેનો માટે મફત મુસાફરી


રાજકોટ
આજે ભાઈ બીજ છે અને ભાઈબીજના દિવસે રાજકોટ મહાપાલિકા દ્વારા બહેનો માટે સિટીબસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી ની જાહેરાત કરવામાં આવી છે મહાપાલિકાના કમિશનર અમિત અરોરા અને મેયર ડો પ્રદીપ ડવ દ્વારા ભાઈ બીજ નિમિત્તે દિવસભર બહેનોને સીટી બસની સેવા અને બીઆરટીએસની તમામ રૂટની સેવામાં ટિકિટ વગર મુસાફરી કરવાની ભેટ આપવામાં આવી છે જેનો લાભ લેવા રાજકોટના બહેનોને અપીલ પણ કરવામાં આવી છે