મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ

*મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ* ********** *મહાનગરોમાં વિકાસલક્ષી્ કામગીરીને વેગ આપવા તમામ મદદની ખાત્રી આપતા શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી* ********** *મંત્રીશ્રીએ ચૂંટાયેલી પાંખના વડાઓ તેમજ પદાધિકારીશ્રીઓ સાથે મહાનગરના વિકાસાર્થે વિચાર વિમર્શ કર્યો* રાજકોટ તા. ૧૪ નવેમ્બર. - શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. નવનિયુક્ત મંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ મેળવી મહાનગરપાલિકાએ આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાના મહત્તમ પ્રયત્નો કરવા જોઇએ. શહેરી વિસ્તારોમાં થઈ રહેલા સતત વધારાથી નાગરિકોને મળનારી પાયાની સુવિધાઓ અંગે પણ તેઓએ રાજ્યસરકાર વતી જરૂરી તમામ મદદની મંત્રીશ્રી મોરડીયાએ ખાત્રી આપી હતી. મંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી. આજી રિવર ફ્રન્ટ, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ વગેરે માટે જરૂરી સહયોગ વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવશે, એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાજકોટ શહેરમાં આપવામાં આવતી જનસુવિધાની માહિતી પુરી પાડી હતી. કમિશ્નરશ્રી અરોરાએ રાજકોટ શહેરમાં ઉપલબ્ધ ટી.પી. સ્કીમ, અમૃતમ યોજના હેઠળ પમ્પીંગ અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, "નળ સે જલ" યોજના હેઠળ નળ કનેક્શન, પાણી વિતરણ વ્યવસ્થા, ગાર્બેજ કલેક્શન સુવિધા, એનિમલ હોસ્ટેલ્સ, રેન બસેરા, અર્બન ફોરેસ્ટ રામ વન, આજી રિવર ફ્રન્ટ, સમ્રાટ સીટી સહિતના પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં. આ તકે મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી કેતનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, નાયબ મ્યુ. કમિશનરશ્રીઓ, આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.