૧૦૮ ની સેવા બની ફરી જન્મદાતા: છાપરા ગામની મહિલાની જોડિયા બાળકોની સ્થળ પર જ કરાવી પ્રસૂતિ

૧૦૮ ની સેવા બની ફરી જન્મદાતા:   છાપરા ગામની મહિલાની જોડિયા બાળકોની સ્થળ પર જ કરાવી પ્રસૂતિ

૧૦૮ ની સેવા બની ફરી જન્મદાતા છાપરા ગામની મહિલાની જોડિયા બાળકોની સ્થળ પર જ કરાવી પ્રસૂતિ

માતાની તબિયત ગંભીર જણાતા સ્થળ પર સારવાર અપાઈ 

-અણીના સમયે મહિલાની સ્થળ પર જ ૧૦૮ની ટીમ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોવાના અનેક કિસ્સા બને છે. આવો જ એક અતિ ક્રિટિકલ કિસ્સો રાજકોટ જિલ્લાના મેટોડા નજીક છાપરા ગામ વાડી વિસ્તારમાં બનવા પામ્યો છે. છાપરા ગામના સંગીતા બેન સંજય ભાઇ મહીડા નામના સગર્ભા મહિલાને ગત તા. ૧૪/૧૧/૨૦૨૧ના રોજ બપોરે ૪ વાગે પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારના લોકોએ મદદ માટે ૧૦૮ને ફોન કરેલો હતો. પરિસ્થિતિની જાણ થતા જ ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈ.એમ.ટી. દિનેશ ધાંધાલા અને પાઇલોટ જયદીપભાઇ ગોંડલિયાએ સ્થળ પર પહોંચી દર્દીને તપાસતા માલુમ પડ્યું કે ડિલિવરી થવાની તૈયારી છે ને સગર્ભાને ટ્વિન્સ એટલે કે બે બાળકની ડીલેવરી થવામા છે. કેસ અતિ ગંભીર હોઈ ઈ.એમ.ટી. દિનેશ ધાંધલા એ ઓનલાઇન ડો. જીતેન્દ્રની સલાહ મુજબ ધટના સ્થળ પર જ પર જ બંને બાળકની સફળ ડિલેવરી કરાવી હતી. બંને બાળક તંદુરસ્ત જન્મ્યા હતા. માતાને ડિલિવરી બાદ બ્લડ પ્રેસર ઘટી જતા અને હદયના ધબકારા વધી ગયા હતા. માતાએ બંને બાળકને જનમ આપ્યા બાદ ક્રિટિકલ કન્ડિશનમાં આવી જતા તુર્તજ તેમને ૧૦૮ માં જરુરી યોગ્ય સારવાર પુરી પાડવામાં આવી હતી. થોડા સમય બાદ માતાની સ્થિતિમાં સુધારો થતા માતા અને બાળકોને રાજકોટની ઝનાના સરકારી હોસ્પિટલમાંમાં લઈ જવામાં આવ્યા હતા. માતા અને બંને બાળકોને સમયસર મદદ બદલ રાજકોટ ૧૦૮ના ઈ.એમ.ઈ શ્રેયસ ગઢીયાએ રાજકોટ ૧૦૮ ટીમને ધન્યવાદ પાઠવ્યા હતાં. ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પ્રસૂતિની ઇમર્જન્સીમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ૧૦૮ દ્વારા સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરવી પડતી હોવાનું ૧૦૮ના ઇમર્જન્સી કોઓર્ડિનેટર શ્રેયસ ગઢીયા જણાવે છે.