જામનગરમાં દેશના ધનિક ઉદ્યોગપતિના પૌત્રનો ઉજવાશે જન્મ દિવસ:100 જેટલા બ્રાહ્મણો આપશે આશીર્વાદ

જામનગરમાં દેશના ધનિક ઉદ્યોગપતિના પૌત્રનો ઉજવાશે જન્મ દિવસ:100 જેટલા બ્રાહ્મણો આપશે આશીર્વાદ

ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો પ્રથમ જન્મદિવસ જામનગરમાં ઊજવવાના છે. પૌત્ર ના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે.સાથે ખાસ પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વી અંબાણીને આશીર્વાદ આપવાના છે.પૃથ્વીના જન્મદિવસ માટે તેની માતા શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યાં છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ માટે ઇટાલી અને થાઇલેન્ડથી ઇન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જ્યાં આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ ફાર્મ હાઉસની આસપાસનાં ગ્રામજનોને ભોજન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે