બજાજ ફાઇનાન્સના ઊંચા FD વ્યાજ દરો દ્વારા તમારી બચતમાં વધારો કરો

બજાજ ફાઇનાન્સના ઊંચા FD વ્યાજ દરો દ્વારા તમારી બચતમાં વધારો કરો

બજાજ ફાઇનાન્સના ઊંચા FD વ્યાજ દરો દ્વારા તમારી બચતમાં વધારો કરો તમારાં મહેનતથી કમાયેલા નાણાંમાં વૃદ્ધિ કરવી હવે પહેલાં કરતાં વધુ સરળ છે. ડીજીટલાઇઝેશનને કારણે રોકાણની પુષ્કળ તકો હોય છે અને તે પહેલા કરતા વધુ સરળ છે. જો કે, આ વિકલ્પોનો યોગ્ય રીતે લાભ લેવા માટે, તમારે માર્કેટ-લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સલામત વળતરનું વચન આપનારા વચ્ચે વૈવિધ્યસભર અને સ્વસ્થ સંતુલન રાખવું જરૂરી છે. રોકાણ અને નાણાં વૃદ્ધિની પસંદગી કરતી વખતે fixed deposit (ફિક્સ્ડ ડિપોઝિટ) એ ધ્યાનમાં લેવાનો ઉત્તમ વિકલ્પ છે. તે ધ્યાનમાં રાખતા, બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ સમગ્ર બોર્ડમાં ઉચ્ચ FD દરો ઓફર કરે છે અને રોકાણનો સ્થિર વિકલ્પ હોવાનું વચન આપે છે. આવી ઑફર્સમાં રોકાણ કરવા માટે FD ના વ્યાજ દરો એ અનેક કારણો પૈકી એક છે અને તે તમને નફો મેળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણવા માટે આગળ વાંચો. લાંબા સમય માટે રોકાણ કરો FDમાં રોકાણ કરતી વખતે, ઉચ્ચ વળતરનો લાભ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા ભંડોળનું લાંબા ગાળા માટે રોકાણ કરો. ચક્રવૃદ્ધિ વ્યાજના સિદ્ધાંતને લીધે, તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો, તેટલું વધુ સારું વળતર તમને મળશે. નોંધ કરો કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ પડતા FD વ્યાજ દરો દરેક મુદતના આધારે અલગ અલગ હોઈ શકે છે. વધુ વળતર મેળવવા માટે શક્ય તેટલા લાંબા સમયગાળા માટે રોકાણ કરવાનું પસંદ કરો. ઘણી બેંકો અથવા NBFCs જ્યારે મુદત ઓછામાં ઓછી ત્રણ વર્ષ કે તેથી વધુ હોય ત્યારે ઊંચા FD વ્યાજ દરો high FD interest rates ઓફર કરે છે. આ કેવી રીતે કાર્ય કરે છે અને તમે કયા વળતરની અપેક્ષા રાખી શકો છો તેનું એક ઉદાહરણ નીચે પ્રમાણે છે. નીચે આપેલ કોષ્ટક તમને બજાજ ફાઇનાન્સ FD સાથે રૂ. 2 લાખના રોકાણ પર પ્રાપ્ત કરી શકો છો તે વળતર દર્શાવે છે. ગ્રાહકનો પ્રકાર મુદત વ્યાજનો દર વ્યાજની રકમ પાકતી રકમ 60 વર્ષથી ઓછી ઉંમરના 2 વર્ષ 6.40% રૂ. 26,419 રૂ. 2,26,419 60 વર્ષથી ઓછી ઉંમરના 5 વર્ષ 6.80% રૂ. 77,899 રૂ. 2,77,899 વરિષ્ઠ નાગરિક 2 વર્ષ 6.65% રૂ. 27,484 રૂ. 2,27,484 વરિષ્ઠ નાગરિક 5 વર્ષ 7.05% રૂ. 81,166 રૂ. 2,81,166 કોષ્ટક સ્પષ્ટપણે કમાણીમાં તફાવત દર્શાવે છે અને સૌથી લાંબી મુદત સૌથી નોંધપાત્ર વળતર આપે છે. તેથી, જ્યારે તમારો ધ્યેય તમારી મહેનતથી કમાયેલા નાણાંની વૃદ્ધિ કરવાનું હોય, ત્યારે લાંબા ગાળાની FD એ યોગ્ય પસંદગી છે. સતત વધુ રોકાણ કરો અને સતત વળતરનો આનંદ માણો લેડરિંગ (સતત વધતું રોકાણ) એ અન્ય રોકાણ પ્રથા છે જે તમે તમારી બચત સાથે આવક વધારવા માટે પસંદ કરી શકો છો. આ એક ભલામણ કરવામાં આવતો અભિગમ છે કારણ કે તે તમને તમારા અન્ય નાણાકીય ધ્યેયો સાથે રોકાણોને સંરેખિત કરવાની મંજૂરી આપે છે. માટે, માત્ર એક FD માં રોકાણ કરવાને બદલે, તમે એકથી વધુ FD બુક કરીને, સુનિયોજિત રીતે રોકાણ કરો છો. દાખલા તરીકે, જો ત્રણ વર્ષમાં તમારા ત્રણ ધ્યેયો નક્કી કરેલા છે, તો તે મુજબ દરેક ધ્યેય માટે રોકાણ કરવું એ શાણપણની વાત છે. આ રીતે, તમે આવા ખર્ચાઓ માટે ભંડોળ મેળવવા માટે માત્ર તમારી બચત અથવા આવક પર આધાર રાખતા નથી. પાકતી મુદ્દતે મળતા વળતરના સમર્થન સાથે, તમે ઝડપથી અને સરળતાથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો. સારા અને ખરાબ સમય માટે અગમચેતીની જરૂર છે, પરંતુ જો પૂરતા આયોજન સાથે રોકાણ કરવામાં આવે તો તે તમારા માટે સરળતા રહે છે. બજાજ ફાઇનાન્સ સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન (SDP) તમને માસિક રોકાણ કરવાની મંજૂરી આપે છે - દરેકને નવી FD તરીકે લૉક કરવામાં આવે છે. તમે રૂ. 5,000 જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકો છો અને એકલ પાકતી યોજના અથવા માસિક પાકતી યોજનામાંથી એક પસંદ કરી શકો છો. શ્રેષ્ઠ ચુકવણી વિકલ્પ પસંદ કરો જ્યારે તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો છો, ત્યારે તમને વ્યાજની ચૂકવણી માટેના આવર્તનની પસંદગી કરવાની હોય છે. ફાઇનાન્સર પાસે તમારા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, અને આમાં માસિક, ત્રિમાસિક, દ્વિ-વાર્ષિક, વાર્ષિક અને એકસાથે રકમ જેવા વિકલ્પો છે. આ રીતે, તમે તમારા લક્ષ્યોને આધારે વળતર મેળવો છો અને તમારી બચતને કાર્યક્ષમ રીતે વધારી શકો છો. સામાન્ય રીતે, એકીકૃત રકમ સૌથી વધુ વળતર આપે છે, અને જો તમારો એકમાત્ર ઉદ્દેશ્ય તમારા ભંડોળમાં વધારો કરવાનો હોય તો તમારે તે પસંદ કરવું જોઈએ. નોંધ કરો કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ વ્યાજ દર તમે પસંદ કરો છો તે ચૂકવણીના વિકલ્પના આધારે બદલાઈ શકે છે. ફાઇનાન્સર્સ માટે થોડો અલગ દર ઓફર કરવો તે સામાન્ય છે, તેથી રોકાણ કરતા પહેલા આ તપાસો. ફિક્સ્ડ ડિપોઝિટ વડે કાર્યક્ષમ રીતે સંપત્તિ ઉત્પન્ન કરવાની આ કેટલીક રીતો છે. હવે, તમારું એકમાત્ર કાર્ય બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ જેવા યોગ્ય સાધનને પસંદ કરવાનું છે. તે પાંચ વર્ષ સુધી ચાલતી FD પર 7.05% સુધીના, FD ના દરો આપે છે. તેમાં અન્ય ઘણી વિશેષતાઓ પણ છે, જેમ કે FD સામે ઓનલાઈન લોન, રૂ. 25,000 ની ઓછી લઘુત્તમ ડિપોઝીટ રકમ અને વધુ. આજે જ તમારી બચત યાત્રા શરૂ કરવા માટે, Bajaj Finance online FD (બજાજ ફાઇનાન્સ ઓનલાઈન FD) માં રોકાણ કરો અને ભારતના સૌથી સુરક્ષિત સાધનો પૈકી એકમાંથી વળતરનો આનંદ માણો.