શાળા નંબર 93 ના આચાર્ય વનીતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક 2021 માં પસંદગી

શાળા નંબર 93 ના આચાર્ય વનીતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક 2021 માં પસંદગી

*શાળા નંબર 93 ના આચાર્ય વનીતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક 2021 માં પસંદગી* નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડની શિક્ષણક્ષેત્રની ઉમદા તથા શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2021 માં તેમની પસંદગી થયેલ છે. દેશભરમાંથી 44 શ્રેષ્ઠ શિક્ષકોના નામ ની યાદી માં ગુજરાતમાંથી બે શિક્ષકો પસંદ થયા જેમાં રાજકોટના વનિતાબેન રાઠોડ અને કચ્છમાંથી અશોકભાઈ પરમારની પસંદગી થઇ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93માં h-tat આચાર્ય તરીકે વનિતાબેન રાઠોડ 2012 થી કાર્યરત છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમણે કરેલી વિવિધ નવતર પ્રયોગો પ્રવૃત્તિઓ, પર્યાવરણ સંભાળ, શાળામાં ભૌતિક સુવિધાઓનો વિકાસ, બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટે વિવિધ પ્રવૃતિઓ, કોરોના સમયમાં પણ બાળકોના શિક્ષણ તથા સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવા વિવિધ કામગીરી. તેમજ તેમના સામાજિક, સાહિત્ય તથા શૈક્ષણિક ક્ષેત્રે કરેલ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પારિતોષિક માટે તેમની પસંદગી થઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાજકોટનાં શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, કેળવણી નિરીક્ષકશ્રી ડૉ. પૂર્વીબેન ઉચાટ, ચેરમેનસાહેબશ્રી અતુલભાઇ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, યુઆરસી દીપકભાઈ સાગઠીયા, શૈલેષભાઈ ભટ્ટ, સી.આર.સીશ્રી પ્રકાશભાઈ ચાવડા તથા સમગ્ર શિક્ષક પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.