કોણ છે ભુપેન્દ્ર પટેલ?? જાણો મુખ્યમંત્રીના આ નવા ચહેરા વિશે

કોણ છે ભુપેન્દ્ર પટેલ?? જાણો મુખ્યમંત્રીના આ નવા ચહેરા વિશે

ભુપેન્દ્ર પટેલ નો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા . ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. ભૂપેન્દ્ર પટેલ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ઘાટલોડિયામાં સૌથી વધારે લીડ સાથે વિજય મેળવ્યો હતો. સાથે તેઓ આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા છે અને રમત ગમત માં ક્રિકેટ અને બેડમિન્ટન પ્રત્યે સારો એવો રસ ધરાવે છે