રાજકોટ ની નામાંકિત હોટેલમાં જુગાર ના દરોડા: ક્રાઈમ બ્રાન્ચે 10 જુગારીઓ ની કરી ધરપકડ

રાજકોટ ની નામાંકિત હોટેલમાં જુગાર ના દરોડા: ક્રાઈમ બ્રાન્ચે 10 જુગારીઓ ની કરી ધરપકડ

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પીરિયલ પેલેસ ફરી એક વખત વિવાદમાં આવી છે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હોટેલ ખાતે દરોડો પાડી જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. હોટેલના છઠ્ઠા માળે રૂમ નં.605માં જુગાર રમતા 10 જેટલા પત્તાપ્રેમીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ જ રૂમમાં યુવતીનો નગ્ન ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે