મોબાઈલ પશુ દવાખાના દ્વારા હડમતીયા ગામે બળદના કેન્સરગ્રસ્ત શિંગડાની સર્જરી કરાઈ

મોબાઈલ પશુ દવાખાના દ્વારા  હડમતીયા ગામે  બળદના કેન્સરગ્રસ્ત શિંગડાની સર્જરી કરાઈ

મોબાઈલ પશુ દવાખાના દ્વારા હડમતીયા ગામે બળદના કેન્સરગ્રસ્ત શિંગડાની સર્જરી કરાઈ અબોલ પશુઓની સ્થળ પર જ સારવાર અર્થે કાર્યરત ૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાના સેવા દ્વારા હડમતીયા ખાતે એક બળદના શીંગડામાં કેન્સરથી પીડા થતી હતી. તેની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રોજેક્ટ કોઓર્ડીનેટરશ્રી રમેશભાઈ સોયાના જણાવ્યા અનુસાર બળદના માલિક નાથાભાઈ ત્રમટા દ્વારા ૧૯૬૨ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટીમમાં કામ કરતા ડો.જીગ્નેશ ધાધલા, ડો. સંજય યાદવ સાથે પાયલોટ દેવરાજભાઈ રબારી, હિતેશ રબારી ધ્વારા લગભગ દોઢ કલાક ઓપેરશન કરીને બળદનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ સેવા દ્વારા રાજકોટ જિલ્લામાં અવાર નવાર સારી કામગીરી બદલ લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.