જામજોધપુર મુકામે દશનામ જ્ઞાતિ પરિવાર પરિચય મિલન સમારોહ યોજાશે.

જામજોધપુર મુકામે દશનામ જ્ઞાતિ પરિવાર પરિચય મિલન સમારોહ યોજાશે.

જામજોધપુર મુકામે દશનામ જ્ઞાતિ પરિવાર પરિચય મિલન સમારોહ યોજાશે... દર્શન મકવાણા દ્વારા

જામજોધપુર માં આગામી તા.૨૦ નવેમ્બર ના રોજ દશનામ જ્ઞાતિ પરિવાર પરીચય મિલન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમારોહ સ્થળ પર તા.૨૦ ના રોજ આવનાર ઉમેદવાર તથા તેમના વાલીઓ માટે સાંજે ૫વાગ્યા પછી સ્થળ પર ઉતારાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે ,આ સમારોહનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધી અને બપોરે ૨ થી સાંજે ૪ સુધી રહેશે.અને બપોરે પણ સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ઉમેદવારને સ્ટેજ પર બોલાવીને તેમને યોગ્ય પ્રશ્નોતરી કરવામાં આવશે તથા આ સમારોહમાં ભાગ લેનાર ઉમેદવારે પ્રર્વેશપત્ર સાથે નિયત કરેલ એન્ટ્રી ફી રૂ.૫૦૦ ભરી પહોંચ મેળવી લેવાની રહેશે, સમારોહમાં ઉમેદવાર તથા તેમના વાલી એમ કુલ ૩ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. આ સમારોહમાં વિધુર ,વિધવા , છૂટાછેડા થયેલ તેમજ પૂનઃવિવાહ કરવા માંગતા દશનામ જ્ઞાતિજન ભાગ લઈ શકશે. તથા વધુમાં ઉમેદવાર ને ફોર્મ ભરીને પરત શ્રી દીનેશગીરી ગોસ્વામી રામવાડી ,રોડ નં-૧ બસ સ્ટેશન પાછળ જામજોધપુર સ્થળ પર પહોંચાડવા નું રહેશે.તેમજ વધુ માહિતી માટે દીનેશગીરી ગોસ્વામીના મો.૯૩૨૮૩૮૧૫૩૦ તથા ભાવિનગીરી મો.૮૪૬૦૪ ૮૪૧૮૪ પર સંપર્ક કરવાનું જણાવાયુ છે