યુવા પેઢી હવે લીડરશીપ માટે તૈયાર:મુકેશ અંબાણી ટૂંક સમયમાં રિલાયન્સના ઉત્તરાધિકારી ની નિમણૂક કરશે

યુવા પેઢી હવે લીડરશીપ માટે તૈયાર:મુકેશ અંબાણી ટૂંક સમયમાં રિલાયન્સના ઉત્તરાધિકારી ની નિમણૂક કરશે

રિલાયન્સની સ્થાપના કરનારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, યુવા પેઢી હવે લીડરશીપ કરવા માટે તૈયાર છે.હવે હું મારા ઉત્તરાધિકારીની નિમણૂંકની કાર્યવાહી ઝડપી બનાવવા માંગુ છું.હવે નવી પેઢીને ગાઈડ કરવાનો સમય છે અને તેમને સક્ષમ બનાવવાનો સમય છે.તેમને પ્રોત્સાહિત કરવા આપણી ફરજ છે તેમણે કહ્યુ હતુ કે,આકાશ ઈશા અને અનંત અમારા કરતા વધારે સારી રીતે કામ કરી રહ્યા છે.તેમનામાં એજ કાબેલિયત છે જે મારા પિતા પાસે હતી અને તેના થકી લાખો લોકોના જીવનમાં તેમણે બદલાવ કર્યો હતો.