એસટી બસમાં તહેવારની ચિક્કાર ગિરદી, સૌરાષ્ટ્રના પ્રવાસ માટે બસમાં ભીડ ઉમટી

એસટી બસમાં તહેવારની ચિક્કાર ગિરદી, સૌરાષ્ટ્રના પ્રવાસ માટે બસમાં ભીડ ઉમટી

એસટી બસમાં તહેવારની ચિક્કાર ગિરદી, સૌરાષ્ટ્રના પ્રવાસ માટે બસમાં ભીડ ઉમટી

રાજકોટ
એસટી નિગમને દિવાળી નું મીની વેકેશન ફડયું છે... દિવાળી અને નવા વરસ સાથે ભાઈબીજની ઉજવણી માટે ભારે ભીડ ઉમટી છે... રાજકોટ બસ પોર્ટથી સૌરાષ્ટ્રના વિવિધ  સેન્ટર તરફ જવા માટે લોકો ઉમટયા છે... અમરેલી, જૂનાગઢ, મોરબી,સુરેન્દ્રનગર,લાઠી, સાવરકુંડલા, સોમનાથ સહિતના જિલ્લાઓ અને નગરોમાં જવા માટે હજારો પ્રવાસીઓ બસ પોર્ટ ઉપર ઉમટી પડ્યા છે.. તહેવારની મોજ માણવા માટે લોકો બહાર નીકળ્યા છે.. માત્ર બસ સેવા માટે જ લોકો ઉમટયા છે એવું નથી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીમાં પણ બસ હાઉસફુલ જય રહી છે...

ખાણીપીણીના ધંધાર્થીઓને તડકો બોલી ગયો
દિવાળીના તહેવારને લઈને હવે નવો ટ્રેન્ડ ચાલ્યો છે.. લોકો સાગા સ્નેહીઓને બહાર રેસ્ટોરન્ટ અને હોટેલમાં લંચ કે ડિનર માટે લઈ જઈ રહ્યા છે... આમ તો રૂટિનમાં પણ સાપ્તાહિક રજાના દિવસે સૌરાષ્ટ્રમાં બહાર જમવાનું ટ્રેન્ડ છે જોકે હવે તહેવારમાં પણ લોકો બહાર ન ભોજન લેવાનો આગ્રહ રાખી રહ્યા છે.. જેથી રેસ્ટોરન્ટ અને હોટેલના ધંધાર્થીઓને તડકો બોલી ગયો છે..