સુત્રાપાડાની સ્માર્ટ શાળામાં સાયન્સ ફેર યોજવામાં આવ્યો

સુત્રાપાડાની સ્માર્ટ શાળામાં સાયન્સ ફેર યોજવામાં આવ્યો
સુત્રાપાડાની સ્માર્ટ શાળામાં સાયન્સ ફેર યોજવામાં આવ્યો

*સુત્રાપાડા તાલુકાની સ્માર્ટ શાળા શ્રી મટાણા પ્રાથમિક શાળામાં ' સાયન્સ ફૈર ' યોજાયો.*
            વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ જીવન જીવવાની એક ત્રીજી આંખ છે. આ સિધ્ધાંત ને ચરિતાર્થ કરવા માટે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પ્રયત્ન કરતી હોય છે . આવાં ઉમદા કામ માટે શ્રી મટાણા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તારીખ ૧૧/૦૯/૨૦૨૧ નાં રોજ *'સાયન્સ ફૈર' -૨૦૨૧* નું આયોજન કર્યું હતું. આ સાયન્સ ફૈરને શાળા નાં આચાર્ય શ્રી રમેશભાઈ ખેર એ રીબીન કાપીને ખુલ્લો મુકયો હતો . સાયન્સ ફૈરમા શાળાના ધોરણ ૩ થી ૮ નાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પોતાના માં પડેલ વૈજ્ઞાનિક વિચારોને વાચા આપી હતી. આ વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ની ખાસિયત એ હતી કે બાળક પોતાને ગમતા કોઈ પણ વિષય નો વૈજ્ઞાનિક વિચાર કૃતિ કે વર્કિંગ મોડેલ નાં રૂપ માં રજુ કરી શકે, પછી એ વિષય ભાષા, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ, વિજ્ઞાન કે ગણિત કોઇ પણ વિષય નો હોય. અને એ મુજબ તમામ બાળ વૈજ્ઞાનિકો એ પોતાનું કરતબ બતાવ્યું હતું. આ કરતબને નિહાળવા માટે શાળા પરિવાર એ એસ.એમ.સી. સભયો અને તમામ વાલીઓને નિમંત્રણ પાઠવ્યું હતું. નિમંત્રણ ને માન આપીને અનેક વાલીઓ અને આગેવાનો આ ' સાયન્સ ફૈર ' નિહાળવા અને માણવા આવ્યા હતા.આ સાયન્સ ફૈરને જોતા એવું લાગતું હતું કે મસમોટી ફી લેતી ખાનગી શાળાનું આયોજન છે.  ખરેખર રાજ્યની  સરકારી પ્રાથમિક શાળાઓમાં થતાં આવા ઉમદા કાર્ય ને બિરદાવવા એ સભ્ય સમાજ અને સરકાર ની નૈતિક ફરજ બને છે . આ સાયન્સ ફૈરને સફળ બનાવવા માટે શાળા નાં સ્ટાફે ખુબ પરિશ્રમ કર્યો હતો. શાળા નાં આચાર્ય અને સમગ્ર સ્ટાફ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે .

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ