હળવદની મલ્ટી સ્પેશિયાલિસ્ટ યુનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સ્પેશિયલ નિદાન કેમ્પ યોજાશે

હળવદની મલ્ટી સ્પેશિયાલિસ્ટ યુનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સ્પેશિયલ નિદાન કેમ્પ યોજાશે

હળવદની યુનિક હોસ્પિટલ ખાતે તા. ૧૪ ના રોજ સવારે ૧૦ થી બપોરે ૨ કલાક સુધી સ્પેશ્યલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સાંધાના દુખાવા કમરના દુખાવા, હાથમાં ખાલી ચડવી, બી.પી ડાયાબિટીસ તથા હૃદયની તકલીફ વાળા અને સગર્ભા મહિલાઓ માટે વિનામુલ્યે મેગા સ્પેશિયલ નિદાન કેમ્પનું આયોજન કર્યું હોય જેનો શહેરીજનોએ લાભ લેવા અપીલ કરાઈ છે

હળવદની યુનિક હોસ્પિટલ દ્વારા મેગા સ્પેશિયલ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિનામુલ્યે લાભ લેવા 1 . કોઇપણ સાંધાનાં દુઃખાવાનાં દર્દી, 2. કમરનાં દુઃખાવાનાં દર્દી, 3. હાથ પગમાં વધુ ખાલી ચડતી હોય એવા દર્દી, 4. બી.પી . ડાયાબિટીસ નાં દર્દીઓ 5 હૃદય ની તકલીફ વાળા દર્દીઓ તથા 6 . સગર્ભા મહિલાઓ આ કેમ્પનો લાભ લઈ શકે છે

જેમાં HbA1c ટેસ્ટ, ન્યુરોપેથી કીટેકશન ટેસ્ટ,ESG,BMD ટેસ્ટ,ANC sonography ટેસ્ટ રીપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તો‌ જેમાં ફિઝિશિયન કાર્ડિયોલોજિસ્ટ ડો. ચેતન રાઠોડ, ડો.ધીરજ ઓથોપેડીક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડો. પારસ સાદરીયા તેમજ અનુભવી સંચાલક એવા ડો હર્ષદ લોરિયા અને તેમની ટીમ વિનામૂલ્યે સેવા આપશે જે કેમ્પનો લાભ લેવા તા. ૧૩ સુધીમાં કેસ લખાવવો ફરજીયાત છે