મોરબીમાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, એટીએસનું મેગા ઓપરેશન,3 આરોપીઓ સકંજામાં 

મોરબીમાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, એટીએસનું મેગા ઓપરેશન,3 આરોપીઓ સકંજામાં 
મોરબી 
મોરબીના જીંજુડામાં એટીએસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતના ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં સફળતા મળી છે , દેવભૂમિ દ્વારકા ખાતે મોટા પ્રમાણમાં ડ્ગ્સનો જથ્થો ઝડપાયા બાદ હવે એટીએસ ને મળેલી માહિતીના આધારે મોરબી ખાતે ઓપરેશન કરવામાં આવ્યું અને જીંજુડા ખાતે 100 કિલો જેટલો જથ્થાઓ ઝડપાયો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ જેટલી કિંમત થાય છે . હાલ એટીએસ ની ટીમે 3 આરોપીને ઝડપી લીધા છે , ઝડપાયેલા આરોપીઓ ની લિંક સલાયા સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે