સુત્રાપાડા તાલુકાના મટાણા ગામની પાઘેશ્વરી આશ્રમ ખાતે આજથી રામદેવપીર બાપાનો બાર પોહર પાઠનું આયોજન

પ્રાચી તીર્થ સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ ની પાઘેશ્વરી આશ્રમ ખાતે રામદેવપીર બાપાનો  બાર પોહર પાઠ નું આયોજન કરાયું છે. જેમાં જયોત પ્રાગટ્ય તારીખ 9/ 10 /21 ને શનિવાર સાંજના 7:00 કલાકે  તથા ગાદીપતી સુરેશ બાપુ વાળા તથા કોટવાળ ગાદીપતિ બાલુ ભગત કડોદરા, કોટવાળ ગાદીપતિ નોઘણ ભગત પણાદર, શક્તિ પાઠ ના ગાદીપતિ પ્રભાતબાપુ રાખેજ, કોટવાળ ગાદીપતિ ધનાભગત રાખેજ, કોટવાડ ગાદીપતિ અરજન ભગત મટાણા, સહિતના ભાવિ ભક્તો જોડાવાના છે
 દલપતરામ બાપાની જગ્યા પાઘેશ્વરી આશ્રમ ખાતે છેલ્લા 57 વર્ષથી  કુતરાને રોટલા તથા પંખીઓને ચણ નાખવાનું કામ પણ ચાલુ છે રામના નામ જેવું નામ નહીં અન્નદાન જેવું દાન નહીં એવી પંક્તિ ચરિતાર્થ કરનારા દલપતરામ બાપાના શિષ્ય એવા મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી ચરિતાર્થ કરે છે છેલ્લા ૫૭ વરસથી કુતરાને રોટલા તથા પંખીને ચણ નાખવાનું સેવાભાવી કામ અવિરત પણે ચાલુ છે 
સાથે સાથે અહીંના મહંત કરસનદાસ બાપુ છેલ્લાં બાર વર્ષથી પોતે અનાજ નથી લેતા અને ફક્ત પ્રવાહી પર ચાલી રહ્યા છે.ત્યારે આ તીર્થ ભૂમિ માં રામદેવપીર બાપાનો બાર પોહર પાઠ ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં   ધર્મપ્રેમી શ્રદ્ધાવાન ભાઈ બહેનો લાભ લેવા પાઘેશ્વરી આશ્રમના મહંત શ્રી કરસનદાસ બાપુ એ અખબારી યાદીમાં જણાવેલ છે..

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ