રાજકોટ જિલ્લા ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 18 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લા ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 18 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લા ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 18 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું

ઉપલેટામાં રાજકોટ જિલ્લા સહકારી મંડળી દ્વારા 18 મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આ સાધારણ સભામાં  મંડળીના તમામ કાર્યકરો પ્રમુખ, મંત્રી, ગ્રામજનો તેમજ દૂધ ઉત્પાદકો , અને સભ્યો હાજર રહી સર્વાનુમતે આવનારા સમયમાં કામગીરી ના એજન્ડા પાસ કરવામાં આવ્યા હતા તેમજ ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ 2020 / 21 માં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ N.C.D.C. ગાંધીનગર દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ મંડળી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  આ મંડળી દ્વારા ઉપલેટાના પશુપાલકોને રાજદાણ ઉત્તમ પશુદાણ માં ગ્રાહકોને 50 રૂપિયા સબસીડી , વિનામૂલ્યે કૃત્રિમ બીજદાન,બીમાર પશુઓ માટે વિનવમૂલ્યે સારવાર, પશુપાલકો માટે વિમાકવચ જેવી શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આવે છે.
  ઉપલેટા દૂધ મંડળી ના પ્રમુખ ડાયાભાઇ ગજેરા ના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભા નું ઉદઘાટન રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેકટર હરિભાઈ ઠુમ્મર ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મંડળીના પ્રમુખ ,મંત્રી, તમામ સભ્યો દૂધ ઉત્પાદકો, તેમજ ઉપલેટા શહેરના સર્વે આગેવાનો હાજર રહ્યા હતા