ર૬મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ? ....વાંચો ખાસ.. અખંડ ભારત વિશે નવી પેઢી અજાણ....

ર૬મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ? ....વાંચો ખાસ.. અખંડ ભારત વિશે નવી પેઢી અજાણ....

ર૬મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ? 

પુરા દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે
26 જાન્યુઆરી ભારતમાતા પૂજન શા માટે? અખંડ ભારત  વિશે નવી પેઢીનહિ. જાણતિ હોય તો ભવિષ્યમાં આ નવી પેઢીને અખંડ ભારત વિશે વિચાર જ નહિ આવે.
            
લોર્ડ મેકેલોએ તા. ર/ર/૧૮૩પમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી એકપણ વ્યિકત ના જોઈ જે ભિખારી કે ચોર હોય. મેં આ દેશમાં એવી તો સમૃદ્ઘિ, એવા તો ઉચ્ચ નૈતિકમૂલ્યો અને એવા તો સમર્થ લોકો જોયા છે કે જેમને આપણે કયારેય જીતી શકીશું નહીં એમ હું માનું છું. સિવાય કે આપણે ભારતના કરોડજજુ સમાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને તોડી નાંખીએ. આથી મારી દરખાસ્ત છે કે, આપણે ભારતની પ્રાચીનતમ શિક્ષણ પદ્ઘતિ અને સંસ્કૃતિને મૂળથી બદલી નાંખીએ, કારણ કે એકવાર જો ભારતીયો એમ વિચારતા થઈ જાય કે જે વિદેશી કે અંગ્રેજી છે તે તેમના કરતા સારૂ અને મહાન છે તો ભારતીયો તેમનું આત્મસન્માન અને અસલ સંસ્કારો ગુમાવી બેસશે અને ભારત આપણે જોઈએ તેવો એક તદ્દન ગુલામ દેશ બની જશે અને અંગ્રેજોનું શાસન આવ્યું અને પછી આપણે સ્વતંત્રતા માટે અને વર્ષો આંદોલનો કરવા પડયા અને અનેક  દેશભકતોએ આહુતી આપવી પડી છતા પણ ભારતના ભાગલ પડયા, આમ, ર૬મી જાન્યુઆરી ૧પમી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન કરવુ જોઈએ જો ૧૭૦૦ વર્ષ સુધી ભૂમિ વિના જીવેલા યહૂદીઓને એમના સંકલ્પબળથી ઈઝરાયલ પાછું મળતુ હોય તો આજના યુવાનોએ દર વર્ષો સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભકિત તથા માં ને પરમવૈભવ ના શિખરે પહોંચાડવા તત્પર થવું જોઈએ.  ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો. તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ. 
ભારત માતા પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કંકુ, છુટા ફૂલો પૂજન માટે રાખવા અને  તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરીકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્પ લેવો ''અમો અખંડ ભારત બનાવીશું'' ફરી પાછું ભારત અખંડ થશે.  
પુરા દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી થઈ રહી છે ત્યારે અખંડ ભારત વિશે નવી પેઢી નથી જાણતી ત્યારે નવી પેઢીને અખંડ ભારત વિશે કેવું જ પડશે નકર તેઓને અખંડ ભારત વિશે વિચાર જ નહીં આવે ત્યારે

ર૬મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ?
૧પ મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્વરમાં હીલોળા લેતું હોય છે. પરંતુ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ ની રાત્રે ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્દુઓની મરણચીસો કોઈને યાદ નથી આવતી.  પરંતુ ભારતના વિભાજનની આજની પેઢીને વિભાજનના ઈતિહાસની ખબર નથી.  આપણા રાષ્ટ્રની અખંડતા અને એકાત્મતાની ખબર નથી તે ખબર આપવાની જરૂર છે.  અખંડ ભારતનું વિભાજન શા માટે થયું.
અખંડ ભારત માટે કેટલા કેટલા આંદોલનો થયા અને માતૃભિકતના રંગે રગંગાયેલા ભારતભૂ માટે ફના થવા અને ખપીજવા હસ્તે મુખે તૈયાર હતા અને ભારત વર્ષ પર આક્રમણો થતા રહ્યા આ જય-પરાજયનું ચક્ર ચાલતુ રહ્યું પરાધીનતાના કાજળઘેરા વાદળો કયારેય દુર નહી થાય તેવુ ભાસતું હતું પણ મુક્ત ગંગાનું પ્રવાહ અસ્ખલિત વહેતો રહ્યો અને  પ્લાસીનું યુદ્ઘ-૧૭પ૭, બંગાળનો સૈનિક વિદ્રોહ-૧૭૬૪, જંગલ મહાલ વિદ્રોહ-૧૭૬૭, સંન્યાસી અને ફકીર વિદ્રોહ-૧૭૬૩ થી ૧૭૭૩, બંગાળનો સૈનિક વિદ્રોહ-બીજો ૧૭૯પ, વેલ્લૌરનો સૈનિક વિદ્રોહ-૧૮૦૩, ચુઆડ વિદ્રોહ-૧૭૯૮ થી ૧૮ર૦, નાયક વિદ્રોહ-૧૮ર૧, બૈરકપુર Ýપ્રથમ સૈનિક વિદ્રોહ-૧૮ર૪, બહાવી વિદ્રોહ-૧૮ર૪ થી ૧૮૩૧, મહીકાંઠા વિદ્રોહ-૧૮૩૬, ધરરાવ વિદ્રોહ-૧૮૪૧, કોલ્હાપુર વિદ્રોહ-૧૮૪૪, સંથાલ વિદ્રોહ-૧૮પ૪ થી ૧૮પપ, સન ૧૮પપનો સૈનિક વિદ્રોહ, પ્રથમ સ્વાતંપ્તય યુદ્ઘ-૧૮પ૭, નીલ વિદ્રોહ-૧૮પ૦ થી ૧૮૬૦, કૂકા વિદ્રોહ-૧૮૭ર, વાસુદેવ ફડકેના મુક્ત પ્રયાસ-૧૮૭પ થી ૧૮૭૯, ચાફેકર સંઘ-૧૮૯૭, બંગભંગ ચળવળ-૧૯૦પ, સન ૧૯૦પના અરસાના યુરોપમાં ભારતીય  ક્રાન્તિકારીઓના મુક્તત પ્રયસો, અમેરિકા-કેનેડામાં ગદ્દર પાર્ટી-પ્રથમ વિશ્વયુદ્ઘની આસપાસ, રાસબિહારી બોઝના ક્રાન્તિ પ્રયાસ, સન ૧૯૧પની આસપાસ હિન્દુસ્થાન પ્રજાતંત્ર સંઘના ક્રાન્તિ પ્રયાસો, ઓગષ્ટ ક્રાન્તિ -૧૯૪ર, દક્ષિણ-પૂર્વ એશિયામાં આઝાદ હિન્દ આંદોલન-૧૯૪પ, સન ૧૯૪૬નો નૌસૈનિક વિદ્રોહ, સન ૧૯૪૬ લાલ કિલ્લાની ચિનગારી અને અંતિમ કડી એટલે આઝાદ ભારત દ્વારા ગોવા મુક્તિ આંદોલન-૧૯૬૧. દેશ માટે અનેક સ્વતંત્ર્ય સૈનિકો નાની ઉંમરે શહિદ થયા છતા પણ આપણા અખંડ ભારતના કરુણતાની વચ્ચે

 અખંડભારતના ભાગલા થયા જેવા કે,  અખંડ ભારતમાં ૪૦૦થી પ૦૦ રજવાડા હતા. ત્યારે એક રાષ્ટ્ર હતું. અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, શ્રીલંકા, બ્રહ્મદેશ (મ્યાનમાર)  બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ બધુ અખંડ હતું અને ભારતમાતાનાં અંગ અલગ થયાં જેમ કે, ૧૮૭૬માં  અફધાનીસ્તાન, ૧૯૦૪માં નેપાળ, ૧૯૦૬માં ભૂતાન, ૧૯૧૪માં તિબેટ, ૧૯૩પમાં શ્રીલંકા, ૧૯૩૭માં બ્રહ્મદેશ(મ્યાનમાર),૧૯૪૭માં પાકિસ્તાન. ૧૯૪૭ ઓકટોબર કાશ્મીરની ૭૮પ૦ વર્ગ કિમી. ભૂમિ પાકના કબજામાં, ૧૯૬ર લદાખની ૩૮૦૦૦ વર્ગ કિમી. ભૂમિ ચીનનાં કબજામાં, ૧૯૬પ કચ્છના રણની પ૦૦ માઈલ જમીન પાકને દીધી, ૧૯૭૧માં માલદીવ, ૧૯૭૩માં કચ્છાતીબૂનો દ્વીપ સમૂહ શ્રીલંકાને, ૧૯૮પ-૮૬ ન્યૂમૂર દ્વીપ બાંગ્લાદેશને, ૧૯૯રમાં ત્રણ વીઘા જમીન બાંગ્લાદેશને પટ્ટાપર આપી. આમ,૧૪ મી ઓગષ્ટ ૧૯૪૭ ભારત અખંડ હતું. 
 ૧પ મી ઓગષ્ટે ખંડીત થયું.  ભારતના ઈતિહાસમાં ભયંકર વળાક અને કારમો પરાજય છે અને પરાજયની સાથે જે લોહીયાળ હત્યાકાંડ થયો જેમાં પ લાખ હિન્દુઓની હત્યા થઈ. આવી ઘટના વિશ્વના ઈતિહાસમાં નથી. એક સાથે રાતોરાત હિન્દુઓ નિરાધાર થયા.  સ્વતંત્રતાના વિજયમાં વિભાજનની કરૂણતા વિસરાઈ ગઈ. અખંડ રાષ્ટ્ર શું ? આવું સૂવર્ણમય અખંડભારત હતું અને આ અખંડભારતમાં અનેક આંદોલનો થયા 

ઈઝરાયલ મળતુ હોય જો ખંડીત ઉત્તર અને દક્ષિાણ તિબેટ નામ તથા કોરીયા ફરી એક થઈ શકતુ હોય પૂર્વ-પશ્ચિમ જર્મની એક થાય તો પછી ભારત દેશ અખંડ કેમ ન થાય.

ભારત અખંડ રાષ્ટ્ર હતુ જ નહિ આવી જુઠી વાતો વહેતી કરવામાં આવી.  આ દેશમાં વસતા સામ્યાવદીઓએ કર્યુ.  જે વાત અંગે્રજ સત્તાધિશોએ  ચલાવી.  પછી કોંગે્રસે વાત ચાલુ રાખી. જવાહરલાલ નહેરૂએ કીધુ કે, We are a nation in making અર્થાત આપણે રાષ્ટ્ર બનવાની પ્રક્રિયામાં છી.  નેતૃત્વ ના મનમાં સ્પષ્ટ વાત હતી જ નહિ.  અંગ્રેજોએ એવી વાત મૂકી કે ભારત કયારેય એક રાષ્ટ્ર નથી.  અમે એને એક રાષ્ટ્ર બનાવ્યુ પરંતુ ભારત તો પ્રાચીન રાષ્ટ્ર છે.  હિમાલયથી કન્યાકુમારી સુધી ભારતનું ચિત્ર સૌના મનમાં સ્પષ્ટ હતુ. 
આમ, અંગ્રેજોની તૃષ્ટિકરણમાં હિન્દુઓ અને મુસ્લીમો ફસાયા અને મુસ્લીમ તુષ્ટિકરણ માટે ભગવા ધ્વજની આહુતિ આપવામાં આવી.  ભગવા ધ્વજ થકી રાષ્ટ્રની આશા, ઈતિહાસ, પરંપરા, આર્દશ, જીવનમુલ્યો જે રાષ્ટ્રનું પ્રતિક હતું.  સરદાર પટેલ, મૌલાના આઝાદ અને માસ્ટર તારાસીંઘે ભગવા ધ્વજને રાષ્ટ્રધ્વજ બનાવવાનો નિર્ણય આપ્યો હતો.  જે કોંગ્રેસ ધ્વજ સમિતિએ નિર્ણય સ્વીકાર્યો નહી પરંતુ પ્રથમથી જ મુસલમાનોને પંપાડવાનુ અને ચાપલુસી કરવા આમ, ભગવા ધ્વજને બદલે તિરંગો ધ્વજ રાખવામાં આવ્યો અને હિન્દીના બદલે  ઉર્દુને રાષ્ટ્રભાષાનો આગ્રહ રાખવામાં આવ્યો.  પરંતુ કુરાનની ભાષા ઉર્દુ નહિ અરબી છે.  આમ કોંગે્રસ સમજૂતિના એક ભાગરૂપે ઉર્દુ મિશ્રીત હિન્દી અર્થાત હિન્દુસ્તાનીનો સ્વીકાર કર્યો.  દુનિયાના કોઈપણ રાષ્ટ્રના નેતાઓએ પોતાની રાષ્ટ્રભાષાનું આવુ ઘોર અપમાન કદી નહિ કર્યુ હોય અને તેમાંય પણ હિન્દુ માનસમાં જબરદસ્ત આધાત પહોંચાડયો.  રઘુપતી રાઘવ રાજા રામ ના સુંદર ભજનમાં ઈશ્વર અલ્હા તેરો નામ ઘુસાડયુ.  જે ભજન ફકત હિન્દુઓ એ જ આસ્થાથી ગાયુ છે તે મુસલમાનોએ કદી નથી ગાયુ.  આમ પહેલેથી જ હિન્દુઓનું ઘોર આપમાન થતુ રહ્યુ છે. 
ભારતમાતાનુ દૈવી અખંડ સ્વરૂપ - પાર્વતીની પૂર્વ સ્વરૂપા, દક્ષા પ્રજાપતીની કન્યા, સતિના સબને જયારે ભગવાન વિષ્ણુએ શિવના મોહના ભંગ કરવા માટે પોતાના ચક્રથી ખંડ ખંડ કરી દીધુ ત્યારે તેમનું એક એક અંગ જયાં જયાં પડયુ તે સ્થાન એક શકિતપીઠ બની.  બ્લુચિસ્તાનમાં હિંગળાજ માતાથી  લઈ અસમમાં કામાખ્યા દેવી સુધી અને હિમાલય પ્રદેશમાં જવાળામુખી થી લઈ તમિળનાડુમાં મદુરાઈ મિનાક્ષી મંદિર સુધી ફેલાયેલા બાવન શકિતપીઠો જાણે કે ભારતની સીમાઓને દોરી દીધી.  બાર જયોતિર્લીંગો, બાર દેવી વિગ્રહ અને એકવીસ ગણપતિપીઠોના દર્શન જ નહિ સ્મરણ માત્રથી જ પાપમુકિતનું વિધાન કરવામાં આવ્યુ.  આમ છતા પણ કોંગ્રેસની કુનિતીને કારણે અખંડ ભારતનુ ૧૪ મી ઓગષ્ટે વિભાજન થયું.  
વિભાજન પછી ન તો ભારત સુખી છે ન તો પાકિસ્તાન.  ભારતની ભુમિના ભાગલા પડયા, નદીઓના અને પ્રાકૃતિક સિમાઓના પણ ભાગલા પડયા, તેમ છતા ભારત અને પાકિસ્તાન આ બન્ને દેશોના વસતા પૂર્વજો, પરંપરા, ઈતિહાસ, તેમજ પરિવેશ સમાન છે. એમાંય અપ્રાકૃતિક ભેદરેખાઓ દોરી ઈસ્લામીક સાંપ્રદાયવાદે અને અંગ્રેજોની કુટનિતીએ આમ, રાષ્ટ્રો કંઈ માત્ર ભૂમિ પર વસેલા હોતા નથી, એ તો વસે છે જનજનના મનમાં. રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતના હ્રદયના ધબકારમાં રાષ્ટ્ર વસેલુ હોય છે અને માટે જ પ. પૂ. ગુરૂજીની વિચારધારા સંપર્ક દ્વારા સંગઠન અને સંગઠન થકી રાષ્ટ્ર નિર્માણની નેમ સાથે જન-જનનો સંપર્ક જ રાષ્ટ્રને ફરી અખંડ બનાવી શકે છે.
આવો મેળવેલી સ્વાતંત્રાને આપણે મજબૂત આધાર આપીએ અને અખંડ ભારત માટે પ્રતિજ્ઞાબદ્ઘ બનીએ.