દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ઘરમા જ થયા આઈસોલેટ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ઘરમા જ થયા આઈસોલેટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી પોતાને આઈસોલેટ કરો અને સાથે કોરોના ટેસ્ટ પણ કરાવો.