હળવદ યુવા ભાજપ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે મશાલ રેલી નું આયોજન કરાયું

હળવદ યુવા ભાજપ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે મશાલ રેલી નું આયોજન કરાયું

હળવદ યુવા ભાજપ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે મશાલ રેલી નું આયોજન કરાયું

હળવદ ની બજાર "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના ગગનભેદી નારા થી ગુંજી ઉઠી

આજરોજ 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે હળવદ યુવા ભાજપ દ્વારા મશાલ રેલી નું ભવ્ય આયોજન કરાયું હતું મશાલ રેલી હળવદ ના સરાનાકા થી પ્રારંભ થઇ હતી અને હળવદ ની મુખ્ય બજાર માં થઈ અને શ્રી લક્ષ્મીનારાયણ ચોક ખાતે પૂર્ણ થઈ હતી ત્યારે આ રાષ્ટ્રભક્તિ ના કાર્યક્રમ માં યુવા કાર્યકરો આગેવાનો અને રાષ્ટ્રભકત નાગરિકો જોડાયા હતા ત્યારે હળવદ ની મુખ્ય બજાર ભારત માતા કી જય , વંદે માતરમ અને વીર શહીદો અમર રહો ના ગગનભેદી નારાઓ થી ગુંજી ઉઠી હતી અને કાર્યક્રમ માં હાજર સર્વે રાષ્ટ્રભક્તિ ના રંગ થી રંગાઈ ગયા હતા આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ , શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા  , શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત , જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન મનસુખભાઇ દલવાડી સહિત  આગેવાનો હજાર રહ્યા હતા 

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિતેશ લોરીયા , મેહુલ પટેલ , ગીરીશભાઈ પરમાર ,  રવિ પટેલ , વિકાસ કુરિયા , રમેશ હડિયલ , વિપુલ સગર સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી

પ્રેસ રિપોર્ટર

અમિતજી વિધાંણી

હળવદ