ગુજરાતની પ્રથમ ઘટના, વલસાડમાં રાત્રિ કફર્યૂ દરમિયાન લગ્ન પતાવી ઘરે જઈ રહેલા દુલ્હા-દુલ્હન સહિત પરિવારજનોની અટકાયત

વલસાડ શહેરમાં વધી રહેલા કોરોના ના કેસ વચ્ચે રાત્રી કર્ફ્યુની કડક અમલવારી પોલીસે શરૂ કરાવી છે ત્યારે એક નવદંપતીને લગ્નની રાત્રે કડવો અનુભવ થયો હતો જેમાં વલસાડ શહેરની બહાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા નવદંપતી અને તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે જેમાં વલસાડ પોલીસે કહ્યુ બંગલામા મામલામાં દુલ્હા અને દુલ્હન ને પણ છોડયા નહોતા તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી સાથે અન્ય પરિવારજનોને પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી સવારે તમામનો જામીન પર છૂટકારો થયો હતો