જન્માષ્ઠમીના તહેવારો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી ઉદ્યાન તથા બાગ-બગીચા ખુલ્લો રહેશે

જન્માષ્ઠમીના તહેવારો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી ઉદ્યાન તથા બાગ-બગીચા ખુલ્લો રહેશે

મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અને બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનો ખુબજ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા તહેવારો, કાર્યક્રમો વિગેરે બંધ રાખવામાં આવેલ. હાલમાં, શહેરમાં કોરોના ખુબજ નહીવત છે. રાજ્ય સરકારશ્રી દ્વારા પણ જન્માષ્ઠમીને ધ્યાનમાં રાખી છુટછાટ આપવામાં આવેલ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી જન્માષ્ઠમીના તહેવારો ધ્યાનમાં રાખી રાજકોટ પ્રાણીઉદ્યાન તેમજ શહેરમાં આવેલ બાગ-બગીચાઓ ખુલ્લા રાખવામાં આવશે. પરંતુ આ તમામ સ્થળોએ કોવીડની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે. તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા અંતમાં પદાધિકારીશ્રીઓ દ્વારા અપીલ કરેલ છે.