દેશમાં એક મહિનામાં 25 લાખ લગ્ન યોજાશે, અર્થવ્યવસ્થાની તસ્વીર બદલાઈ જશે

દેશમાં એક મહિનામાં 25 લાખ લગ્ન યોજાશે, અર્થવ્યવસ્થાની તસ્વીર બદલાઈ જશે
 દેશમાં 25 લાખ લગ્ન યોજાશે, અર્થવ્યવસ્થાની તસ્વીર બદલાઈ જશે 
ન્યૂઝ ડેસ્ક 
કોરોના કાળ બાદ દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ધીમે ધીમે સુધારી રહી છે તેવામાં આગામી 17 નવેમ્બર થી લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે દેશભરમાં આ વર્ષે એક મહિનાની અંદરજ  25 લાખથી વધુ લગ્નો યોજાનાર છે, જેને પગલે આર્થિક મુશ્કેલીઓ સહન કરી રહેલી અર્થવ્યવસ્થા ને મોટી રાહત મળશે, ચોમાસુ પાકને ખેડૂતો યાર્ડમાં અને ખુલ્લા બજારમાં ઠલવી રહ્યા છે જેને પગલે ખેડૂતોને રોકડની આવક થશે તો છેલ્લા દોઢ વર્ષથી જેઓના લગ્ન અટકેલા છે તેઓના લગ્ન લેવાશે જેને પગલે અર્થવ્યવસ્થાની ગાડીને બુસ્ટર ડોઝ મળશે, દેશમાં એક અનુમાન મુજબ એક જ મહિનામાં 25 લાખ લગ્ન યોજાનાર છે...
લગ્નના મોટા પ્રમાણમાં આયોજનને પગલે વિવિધ ઉદ્યોગને મોટો ફાયદો થશે નાના લોકોને પણ રોજગારી મળશે 
લગ્ન એ ભારતીય પરંપરા જ કે સંસ્કૃતિનો ભાગ જ નથી પરંતુ આજના સમયે આર્થિક ચક્રને દોડતું કરવા માટેનું મોટું માધ્યમ છે એ કહેવું અતિશયોક્તિ ભરેલું નહિ હોઈ.. કારણ કે એક લગ્ન પાછળ મધ્યમવર્ગનો એક પરિવાર ઓછામાં ઓછું 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે જેમાં સોના ચાંદીના ઘરેણાં, લગ્નના ભોજન સમારંભ, નવા કપડાં, કોમ્યુનિટી હોલ બુકીંગ થી લઈને નવા વાસણોની ખારીસીં, ઇલેક્ટ્રોનિક ગેજેટ ની ખરીદી અને નાના ધંધાર્થીઓ થી લઈને બ્રહ્મણ ને દક્ષિણા સુધીના ખર્ચનો સમાવેશ થાય છે આ બધા જ ખર્ચની રકમ અર્થતંત્રમાં મોટું ઇજન પૂરું પાડે છે જે અનેક લોકોને રોજગારીથી લઈને રોકડ આવક કરાવે છે 
25 લાખ લગ્નથી દેશમાં નાના પ્રમાણમાં રોજગારીનું મોટું સર્જન થશે 
25 લાખથી વધુ લગ્ન થવાના છે જેમાં નાના ફુલવાળા થી લઈને બેન્ડબાજા વાળા, લગ્ન કરાવનાર પંડિત થી લઈને ભોજન પકવતા રસોઈયા અને કેટરર્સવાળા અને મીઠાઈ થી લઈને કપડાં અને ગિફ્ટ થી લઈને સોનાની જવેલરી તમામ ક્ષેત્રને નાના મોટા પ્રમાણમાં ફાયદો થશે જે ભારતના બજારને મોટું બુસ્ટ આપશે