ખળભળાટ : દેશમાં ત્રીજી લહેરના વાગી રહ્યા છે ભણકારા, મહારાષ્ટ્રમાં કેસ વધવા લાગતા ચિંતા વધી 

ખળભળાટ : દેશમાં ત્રીજી લહેરના વાગી રહ્યા છે ભણકારા, મહારાષ્ટ્રમાં કેસ વધવા લાગતા ચિંતા વધી 
ખળભળાટ : દેશમાં ત્રીજી લહેરના વાગી રહ્યા છે ભણકારા, મહારાષ્ટ્રમાં કેસ વધવા લાગતા ચિંતા વધી 
 
મુંબઈ 
 
દેશમાં એક તરફ ગુજરાત,રાજસ્થાનદિલ્હી સહિતના રાજ્યોમાં કોરોના ના કેસ કાબુમાં છે ત્યારે કેરળ અને મહારાષ્ટ્ર દેશની ચિંતા વધારી રહ્યું છે, મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં કોરોના ના કેસમાં સતત વધારાને લીધે તંત્રની ચિંતા વધી ગઈ છે , જે મુજબ કેસમાં વધારો થઇ રહ્યો છે ત્રીજી લહેર આંગણે ટકોરા લગાવી રહી હોવાની અનુભૂતિ લોકોને થઇ રહી છે મહારાષ્ટ્રમાં નવા કેસમાં વધારા સાથે જ મુંબઈમાં ગણેશ પંડાલમાં આકરા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે એટલું જ નહિ મહારાષ્ટ્રના અલગ અલગ શહેર અને જિલ્લામાં પણ કેસ વધ્યા છે 
 
કેરળના કેસ થી કેન્દ્રની ચિંતા વધી રહી છે કોરોના સતત વધતો હોવાથી કેન્દ્ર ચિંતિત છે જેમાં કેરળમાં સતત કેસ વધ્યા છે અને તે કાબુમાં પણ નથી આવી રહ્યા આ વાતને લઈને કેન્દ્રએ ત્યાં આરોગ્યની ટીમને પણ મોકલી હતી જોકે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક,મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કેસ સતત વધ્યા છે