સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મેઘાને ખમૈયા કરતા ધરતીપુત્રો 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મેઘાને ખમૈયા કરતા ધરતીપુત્રો 
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મેઘાને ખમૈયા કરતા ધરતીપુત્રો 
 
રાજકોટ 
 
સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 48 થી 72 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન ખાતાએ કરેલી આગાહીને પગલે સૌથી વધુ ચિંતા જગતના તાતને થઇ રહી છે, ધરતીપુત્રો હવે મેઘરાજાને ખમૈયા કરી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાજકોટ, અમરેલી, પોરબંદર,ભાવનગર,જામનગરના ગ્રામીણ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસ્યો છે, જેને પગલે સંખ્યાબંધ ખેતરોમાં ઉભા પાકને નુકસાની પણ પહોંચી છે, જોકે ભાદરવામાં વરસેલા વરસાદથી  પ્રશ્ન હલ થયો છે, ભાદર,મોજ,વેણુ,આજી,ન્યારી સહિતના ડેમો ભરચક થતા પીવાના અને શિયાળુ પાક માટે સિંચાઇનું ચિત્ર ખુબજ ઉજળું થયું છે, આ વર્ષે મોડો વરસાદ વરસતા અને ચોમાસુ ખેંચાતા વરસાદી પાક પાણીનું ચિત્ર બદલાયું છે તો મગફળી,કપાસ,સોયાબીન,અને અન્ય રોકડીયા પાકને ફાયદો થયો છે, શિયાળુ ઘઉં,ચણા,લસણ,ડુંગળીના પાકને પણ વરસાદી પાણીની ઉપલબ્ધતા થી મોટો ફાયદો થવાની વાત ખેડૂતો જણાવી રહ્યા છે જોકે હવે વધુ વરસાદ ખેતીને નુકસાન કરી શકે છે અને તેને લઈને જ જગતના તાત દ્વારા વરસાદના ખમૈયા કરવામાં આવી રહ્યા છે