23 નવેમ્બરથી રાજ્યમાં ધમધમશે શાળા-કોલેજ ; રાજ્ય સરકારનો નિર્ણય
દિવાળી બાદ શાળાઓને અનલોક કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે , કેબિનેટ મંત્રી અને શિક્ષણ વિભાગનો હવાલો સાંભળતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે , પ્રથમ તબક્કે કોલેજો અને ધોરણ 9 થી 12 ની શાળાઓ જ શરૂ થશે , જયારે કોલેજો સાથે મેડિકલ અને પેરા મેડિકલ સહિતના ફેકલ્ટી માટે ઉચ્ચતર સંસ્થાનો ધમધમતી થઇ જશે આ માટે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને તેની માર્ગદર્શન પણ શાળાઓ અને કોલેજના સંચાલકોને પાઠવી દેવામાં આવ્યું છે,
વાલીઓની શાળા ખોલવા અંગે આવી છે મિક્ષ પ્રતિક્રિયાઓ
રાજ્ય સરકારે શાળા અને કોલેજોને ખોલવા માટે લીધેલા નિર્ણયને વાલીઓએ મિક્સ પ્રતિભાવ આપ્યો છે , સરકારે કોલેજ અને ધોરણ 9 થી 12 ની શાળાઓ હાલમાં ખોલવાનું નક્કી કર્યું છે જેને લઈને વાલીઓએ સહમતી આપી છે જોકે વાલીઓના મનમાં ચિંતા છે કે કોરોના નું શું , વેક્સીન કે દવા વગર બાળકોને શાળાએ મોકલવા માટે જોખમ લેવા સમાન જ ગવાયું છે જોકે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વાલીઓ અભ્યાસ શરૂ કરાવવા માટે તૈયાર જોવા મલ્યા છે પરંતુ સરકાર અને શાળા સંચાલકો પાસે ખાતરી ઈચ્છે છે કે તેના બાળકને કોરોના ન થાય