સતાધારના મહંત જીવરાજબાપુએ દેહત્યાગ્યો : પાલખી યાત્રા બાદ સમાધિ

સમાચાર Publish Date : 20 August, 2019

સતાધાર

 

સતાધાર ના મહંત અને લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાં જીવરાજબાપુ એ સોમવારે રાત્રીના 10 વાગ્યાના સમયે દેહ ત્યાગ કર્યો છે. જીવરાજબાપુ ગુરુ શ્યામજીબાપુ સતાધાર ની ગુરુ શિષ્ય પરંપરાના ગુરૂપદે રહીને લાખો શ્રધ્ધાળુઓમાં આદરણીય સ્થાન ધરાવતા રહ્યા છે..સતાધાર ખાતે મંગળવારે બાપુના દેહના અંતિમ દર્શન માટે સતાધાર ની જગ્યામાં બાપુના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે..ત્યાર બાદ તેઓની સંત પરંપરા મુજબ તેઓની પાલખી યાત્રા યોજાશે પાલખી યાત્રા બાદ તેઓને સંત સમાજ અને સાધુ પરંપરા મુજબ સમાધિ આપવામાં આવશે... બાપુનો સેવકગણ લાખોની સંખ્યામાં પથરાયેલો છે.. સતાધાર ની જગ્યા સતની જગ્યા કહેવામાં આવે છે.. અહીં દેશ વિદેશથી સેવા માટે લાખો લોકો ઉપસ્થિત રહીને પોતાની શ્રદ્ધા વ્યકત કરે છે

Related News