દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં મોખરે રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં ચાલુ વરસે છ ગણો વધારો નોંધાયો હતો. 2020ના વર્ષમાં તેમની કમાણી મૂકેશ અંબાણી કરતાં પણ વધુ હતી.
સૌર ઊર્જા પ્રોજેક્ટ છ અબજ ડૉલર્સના સોદા પછી તેમની સંપત્તિમાં છ ગણો વધારો નોંધાયો હતો. આ સોદાના પગલે વિશ્વની ગ્રીન એનર્જી સેક્ટરની કંપનીઓમાં અદાણીનું નામ ટોચ પર આવી જવાની શક્યતા હતી.
છ અબજ ડૉલર્સના સોદા પછી અદાણીના શૅર અને અદાણીના નેટવર્થ બંનેમાં ખાસ્સો વધારો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રીનના શૅરમાં જબરદસ્ત ઊછાળો નોંધાયો હતો.