નુકસાનમાં ચાલી રહેલી એર ઈન્ડિયાએ સિનિયર સિટિઝન્સને ટિકિટમાં 50% છૂટ આપવાની જાહેરાત કરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આ ડિસ્કાઉન્ટ મળશે. એવિએશન મિનિસ્ટ્રીએ બુધવારે આ સ્કીમની જાણકારી આપી, જેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે, જેમ કે જે દિવસે યાત્રા કરવાની છે તેના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ જરૂરી છે એર ઈન્ડિયાની વેબસાઈટ પર આ સ્કીમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.