👉 *અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે દીવ્ય મંદીરનું નિર્માણ થઈ રહયું છે ત્યારે તન, મન અને ધન થી જોડાવવા આહવાહન - પરમ પૂજય ભકત વત્સલ સ્વામી*
👉 *વર્ધમાનનગર નું કાર્યાલય પેલેસ રોડ ખાતે ઉદઘાટન*
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે દીવ્ય મંદીરનું નિર્માણ થઈ રહયું છે ત્યારે સમગ્ર ભારતમાં તા.૧પ જાન્યુઆરી થી ૧પ ફેબ્રુઆરી સુધી સંપર્ક અભિયાન અને નિધી એકત્ર કરવાનું શરૂ થઈ ગયેલ છે ત્યારે રાજકોટ મહાનગર વર્ધમાનનગર નું કાર્યાલય પેલેસ રોડ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક ની સામે આજરોજ ભવ્ય ઉદધાટન યોજાઈ ગયું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભૂપેન્દ્ર રોડ મંદીર ખાતેનાં મહંત પરમ પૂજય ભકત વત્સલ સ્વામી, પરમ પૂજય અક્ષર સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેોરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કીશોરભાઈ મુંગલપરા, સહમહાનગર કાર્યવાહ અને સમિતિનાં સંયોજક મુકેશભાઈ કામદાર, વિશ્વ હિન્દુ પરિષદ શ્રી નિતેષભાઈ કથીરીયા, વર્ધમાનનગર સંચાલક ડો. નરસીભાઈ મેઘાણી, સોની સમાજનાં આગેવાન શ્રી ચમનભાઈ લોઢીયા, દીલીપભાઈ રાણપરા, ધર્મેશભાઇ પારેખ, પુનીતાબેન પારેખ, રમેશભાઈ દોમડીયા, વિનુભાઈ જીવરાજાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાનગર કાર્યવાહ મનીષભાઈ બેચરા, સેવા પ્રમુખ ભરતભાઈ કુંવરીયા, અશોકભાઈ મકવાણા, નૈમીષભાઈ મડીયા ઉપસ્થિત રહયા હતા. પરમપૂજય ભકતવત્સલ સ્વામીએ જણાવ્યું હતુ કે રામજન્મભૂમિ નિર્માણનાં કાર્યમાં આ સોનેરી અવસર આપણી પાસે આવ્યો છે ત્યારે આપ સેો કાર્યકર્તાઓ ઘરે ઘરે સંપર્ક કરી લોકોને આ કાર્યમાં તન,મન અને ધનથી જોડાવા આહવાહન કરેલ હતું અને આ ભવ્ય દિવ્ય મંદીર બનાવવામાં ભાગીદાર થવા અનુરોધ કરેલ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રાંત કાર્યવાહ શ્રી કિશોરભાઈ મુંગલપરાએ વિશેષ માહિતી આપેલ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ વોરાએ કરેલ હતું.