કોરોનાને લઈને ચીની નાગરિકો અને ચીનથી આવતા વિદેશી નાગરિકો ઉપર પ્રતિબંધ 

આંતરરાષ્ટ્રીય Publish Date : 03 February, 2020

રાજકોટ 

કોરોના વાયરસને લઈને ચાઈના ના પ્રવાસીઓ અને ત્યાંથી આવતા વિદેશી નાગરિકો ઉપર ભારત સહીત દુનિયાના સંખ્યાબંધ દેશોએ પ્રતિબંધ લગાવી દીધો છે કોરોનને લઈને વિશ્વ આખું ડરી ગયું છે ત્યારે શું છે કોરોના અને કેવી રીતે તે માનવ સુધી ફેલાયો અને અને ચીન જ તેનો પહેલો ભોગ કેમ બન્યું આવો જોઈએ 
 
કોરોના આ તો આ નામ સામાન્ય લાગે છે પરંતુ હાલ તે ચાઈના થી લઈને વિશ્વ અખાને ડરાવી રહ્યું છે ચાઈનાને વિશ્વની અમેરિકા અને રશિયા પછીની મહાસત્તા કહેવામાં આવે છે ચાઈના આજે આર્થિક અને લશ્કરી તાકાતમાં વિશ્વમાં બેજોડ માનવામાં આવે છે પરંતુ એક રોગે ચાઈના ને બેવડું કરી નાખ્યું છે , એ રોગ છે કોરોના , કોરોના માટે કહેવાય છે કે તે જાનવરો માંથી માનવ સુધી પહોંચી ગયો કોરોના ગ્રસ્ત વ્યક્તિ ને સામાન્ય કરતા વધુ તાવ અને ઉધરસ થવી તેમજ ગળું સુકાવું અને ત્યાર બાદ શહરીરની અંદર એક પછી એક આંતરિક અંગો ને નિષ્ક્રિય બનાવીને વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દે છે આ વાયરસ ની રસી હજુ સુધી શોધાઈ નથી એટલે જ એ જીવલેણ અને ઘાતક માનવામાં આવે છે , આજ કારણે વિશ્વભરના દેશોએ ચીની નાગરિકો અને ત્યાંથી આવતા અન્ય દેશોના પ્રવાસીઓને પોતાના દેશમાં પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે હાલ તો ભારતે એરલિફ્ટ કરીને ચીન થી પોતાના નાગરિકોને અને ખાસ તો મેડિકલ સ્ટુડન્ટ ને પરત લાવવાનું શરુ કર્યું છે ખાસ તો વુહાન પ્રાંત માં કે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યાં ચીને સંપૂર્ણ ઇમર્જન્સી લાદી દીધી છે લોકો ઘર ની અંદર પુરાઈ રહ્યા છે અને પરિસ્થિતિ એટલી વિકટ છે કે આજ સુધીમાં ચિન્મસંખ્યાબંધ લોકોના કોરોના ને કારણે મૃત્યુ નિપજ્યા છે 

Related News