અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રસપ્રદ ખુલાસો કરતા કહ્યુ છે કે, લોકડાઊન દરમિયાન મારી પુત્રીનો બોયફ્રેન્ડ અમારા ઘરમાં જ ક્વોરેનટાઈન થયો હતો અને તેના કારણે મારા ઘરની ગ્રોસરીનુ બિલ 30 ટકા વધી ગયુ હતુ.મલિયા ઓબામાના બોયફ્રેન્ડનુ નામ રોરી ફર્કુહર્સન છે.ઓબામાએ કહ્યુ હતુ કે, તેના વિઝાને લઈને ઘણી બાબતો હતી.તેની નોકરી પણ હતી અને એટલે અમે તેને અમારી સાથે રહેવા દીધો હતો.હું પહેલા તો તેને પસંદ નહોતો કરતો પણ તે ઘણો સારો વ્યક્તિ છે, ક્વોરેન્ટાઈન પિરિયડમાં મેં મારી બંને પુત્રી મલિયા, સાશા અને રોરી સાથે સારો સમય પસાર કર્યો હતા. મેં તેમને પત્તાની ગેમ રમતા શીખવાડ્યુ હતુ.જોકે રોરીનુ ડાયટ મારી બે પુત્રીઓ કરતા અલગ હતુ.તેના કારણે મારુ ગ્રોસરી બિલ 30 ટકા વધી ગયુ હતુ.