તાપી જિલ્લાના સોનગઢમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોરોનાની ગાઇડલાઇન ના ધજાગરા ઉડ્યાં હતા. તેને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વિડિયો પણ વાયરલ થયા છે. જેને લઇને આજે પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 308 હેઠળ ગુનો નોંધાયો છે.