ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના સાંસદ તથા અગ્રણી ધારાશાસ્ત્રી રાજકોટના અભયભાઈ ભારદ્વાજ નું કોરોના પોઝિટિવ આવ્યા બાદ 93 દિવસની સારવારના અંતે ચેન્નઈ હોસ્પિટલમાં અવસાન થતાં આજે બપોરે તેમના પાર્થિવ દેહને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો
બપોરે અઢી વાગ્યા બાદ તેમના નશ્વર દેહ ના હજારો લોકોએ અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ આપી હતી ત્યારબાદ કોરોના ગાઈડલાઈન ધ્યાનમાં લઇ અંતિમયાત્રામાં ભારદ્વાજ પરિવાર ના સભ્યો મર્યાદિત સંખ્યામાં જોડાયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ રાજેન્દ્ર ત્રિવેદી જયેશ રાદડિયાતેમજ ધારાસભ્યો અને સાંસદો, મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેકટર સહિતઅધિકારીઓ પણપણ હાજર રહ્યા હતા. અભય ભારદ્વાજને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.