મુંબઈઃ અનુષ્કા શર્મા પ્રેગ્નન્સિ દરમિયાન પણ કામ કરવા માટે સેટ પર પાછી આવી ગઈ છે. દુબઈમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે થોડો સમય પસાર કર્યાં પછી અનુષ્કા પાછી મુંબઈ આવી ગઈ છે અને ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. આગામી સાત દિવસો સુધી તે બેક ટૂ બેક શૂટિંગ કરશે,અનુષ્કા શર્માના કેટલાક ફોટો સામે આવ્યાં છે, જે સોશિયલ મીડિયા પર વાઇલ થઈ રહ્યાં છે આ દરમિયાન અનુષ્કા સેફ્ટીનું પુરું ધ્યાન રાખી રહી છે. બેબી બંપ ફ્લોન્ટ કરતા અનુષ્કા શર્માના આ ફોટો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. બ્લૂ ડ્રેસમાં અનુષ્કાને બેબી બંપ સાથે જોઈ શકાય છે.