અનુષ્કા વિરાટના ઘરે દીકરીનો જન્મ: વિરાટે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી ચાહકોને આપ્યા ગુડ ન્યૂઝ

ENTERTAINMENT Publish Date : 11 January, 2021 04:39 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા.અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.'

Related News