બ્રિટનમાં આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત થઈ છે અને 90 વર્ષના મારગ્રેટ કિનન દુનિયાના પહેલા મહિલા બન્યા છે જેમને ટ્રાયલ બાદ સંપૂર્ણ રીતે ડેવલપ થયેલી કોરોના વેક્સિન આપવામાં આવી છે.આજે લંડનની એક હોસ્પિટલમાં તેમને ફાઈઝર કંપનીની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.મારગ્રેટ એક મહિના બાદ પોતાનો 91મો જન્મ દિવસ મનાવવાના છે.બ્રિટનમાં કોરોના રસી મુકવાની આજથી શરુઆત થઈ છે.આ પહેલા ટ્રાયલ દરમિયાન ઘણા લોકોને આ વેક્સિન અપાઈ છે પણ ટ્રાયલ બાદ રસીકરણ કાર્યક્રમમાં રસી આપવાનુ બ્રિટનમાં આજથી શરુ થયુ છે.