કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરમાં સોમવારે નિધન થયું છે. ખરાબ તબિયતના કારણે મોતીલાલ વોરાને દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલનમાં સારવાર ચાલી રહી હતી. ગઇ કાલે જ મોતીલાલ વોરાનો જન્મદિવસ હતો.મોતીલાલને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમને કોરોના વાયરસનો ચેપ પણ લાગ્યો હતો. તે સમયે તેમની સારવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા અને તેમને રજા પણ આપવામાં આવી હતી.