26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપીમાંથી એક દીપ સિદ્ધુની પોલીસે ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસાના આરોપી દિપ સિદ્ધની ધરપકડ કરી છે. લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.
અંદાજે 15 દિવસથી ફરાર દીપ સિદ્ધુની મંગળવારે સવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી છે. પોલીસે તેના પર એક લાખ રુપિયાનું ઇનામ રાખ્યું છે. જો કે હજુ સુધી દિપ સિદ્ધુની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે તે સામે આવ્યું નથી.