જાણો શુ છે જન્માષ્ટમીનું રહસ્ય, કૃષ્ણ જન્મ અને લીલા પ્રસંગો

DHARM-BHAKTI Publish Date : 19 August, 2019

ધર્મભક્તિ ડેક્સ

 

કૃષ્ણ...કાન્હો.. નંદકુવર..ગોપાલ...માખણચોર...લીલાધર... ગોવિંદ.... અનેક નામ છે ભગવાન શ્રી હરિના આઠમા આવતાર અને પૂર્ણ પુરૂષોત્તમ અવતાર શ્રીકૃષ્ણ ના... આ વખતે જન્માષ્ટમી કાંઈક અનોખી છે.. પહેલા આપણે જાણીએ ભગવાન ના જન્મ અને જીવનલીલા ને લઈને સંકળાયેલા પ્રસંગોને લઈને....

 

ભગવાનના જન્મ નું રહસ્ય....

 

ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ મથુરામાં જેલમાં થયો છે.. આજ થી લગભગ 5હજાર વર્ષ પહેલાં આ ધરતી ઉપર અવતરિત થયા હતા શ્રીકૃષ્ણ.... ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ મથુરાના રાજા કંસ ની બહેન દેવકી અને વાસુદેવને પુત્રના રૂપમાં થયો ... દેવકી અને વાસુદેવ ને કંસે પોતાની કેદમાં રાખ્યા હતા.. કારણ કંસ અત્યંત દુષ્ટ અને રાક્ષસી કર્મ કરનાર રાજા હતો... દેવકી અને વાસુદેવને લગ્ન બાદ આકાશવાણી થઈ હતી કે કંસના આતંક નો અંત દેવકીનો 8 મી સંતાન લાવશે... આ આકાશવાણી થી ભયભીત બનીને કંસે દેવકી અને વાસુદેવને કેદ કર્યા હતા... ભગવાનનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી ના રોજ રાત્રીના 8માં પ્રહરે થયો હતો... એ સમયે મથુરામાં ભયાનક વરસાદ વરસ્યો હતો.. આખું મથુરા જાણે મેઘના પ્રકોપમાં સપડાયું હતું.. જેલમાં જ્યારે ભગવાન નો પ્રાદુર્ભાવ થયો ત્યારે વાસુદેવ બંધનમાં હતા .. ભગવાનના પ્રાગટય સાથે જ વસુદેવનું બંધન અને સાંકળ છૂટી ગઈ અને દિવ્ય વાણી થઈ કે ભગવાન ને લઈને વાસુદેવ યમુના કિનારે વસેલા ગોકુળ ખાતે નંદ અને જાસોદાના ઘરે લઈ જાય.. ત્યાં જાસોદાને ત્યાં જન્મેલી પુત્રીને લઈને પરત આવે..  જેવા ભગવાન વાસુદેવને માથે ટોકરીમાં આવે છે.. તેવા જ તમામ દ્વારપાળ નિંદ્રામાં સપડાઈ છે.. આખું મથુરા જાને યોગનિંદ્રા માં આવે તેવી સ્થિતિ સર્જાઈ જાય છે.. 

જન્મ ની લીલા ઉપર થી એ સ્પષ્ટ સમજાય છે કે જેવા પ્રભુના દર્શન કરો છો એવા તમામ બંધન છૂટી જાય છે.. અને પ્રભુની પ્રાપ્તિ થાય છે.. સાથે એ પણ વાત સમજાય છે કે પ્રભુના દર્શન માત્રથી જીવન ના તમામ બંધન છૂટી જાય છે.. 

 

વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ આવે છે.. નંદ બાબના ઘરેથી તેની પુત્રીને લઈને મથુરા પરત આવે છે.. આમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાથે જ દિવ્ય લીલા નો પણ પ્રારંભ થાય છે...

Related News