કૃષિ કાયદાનો વિરોધ કરી ચાલી રહેલા આંદોલનની દિલ્હી વિધાનસભામાં ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન આ કાયદાઓ પસાર કરવાની શું જરૂર હતી. તેમણે કહ્યું, 'રાજ્યસભામાં મતદાન કર્યા વિના આવું પહેલીવાર થયું છે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા હોય. હું આ કાયદાઓની નકલફાડુ છું અને હું કેન્દ્રને અપીલ કરું છું કે અંગ્રેજ કરતા ખરાબ ન બને.'
કેજરીવાલે કહ્યું કે આંદોલન દરમિયાન 20થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. દરરોજ સરેરાશ એક ખેડૂત શહીદ થઈ રહ્યો છે. તેમનો અવાજ સંભળાવવા માટે કેટલું વધુ બલિદાન આપવું પડશે. સત્ર પછી કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભાએ ત્રણેય કૃષિ કાયદાઓને નકારી દીધા છે. આ સાથે જ કેન્દ્ર સરકારને આ કાળા કાયદાઓને પરત ખેંચવાની અપીલ કરી હતી.