પેટની ચરબી ઓછી કરવી છે?? અપનાવો આ ટિપ્સ

લેડીઝ કોર્નર Publish Date : 11 December, 2020 01:36 AM

જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ અવનવા નુસખા કરતા હોય છે.પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે, ખાસ કરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો - જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો

યોગાસન જરૂરી છે - કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે

ખાનપાન સંતુલિત રાખો - જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી

 

મધ છે ફાયદાકારક - મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.
 

ગ્રીન ટી પણ મદદ કરશે - તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ.

Related News