મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં 1700 બાળકો કુપોષણમાં :સંવેદનશીલ સરકારના ગાલે તમાચા સમાન

top news Publish Date : 04 February, 2020

કુપોષણમાં મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં 1700 બાળકો 

રાજકોટ 

ગુજરાત સરકાર કુપોષણ મુક્ત ગુજરાત અંગે અભિયાન ચલાવી રહી છે આ અભિયાન માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે આ ફંડ સાથે મસમોટી જાહેરાતો અને કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જયારે હકીકત જાણીને તમે ચોંકી જશો કે કુપોષણ થી પોષણક્ષમ તરફ લઇ જવા માટે શું થઇ રહ્યું છે અને તેનું પરિણામ શું આવ્યું છે 

એક તરફ સરકાર દાવાઓ કરે છે કે રાજ્ય સરકાર હેપ્પીનેશ ઈન્ડેક્ષ વધારવા જય રહી છે અને લોકો સુખે થી રહે બાળકોની શારીરિક માનસિક વિકાસ થઇ અને ભારતનું અને ગુજરાતનું ભવિષ્ય તંદુરસ્ત અને સ્વસ્થ બને પરંતુ હકીકત શું છે એ પણ જાણવી જરૂરી છે , પોષણક્ષમ અભિયાન સામે આવેલા આંકડા જ ચોંકાવી દેશે , રાજકોટ જિલ્લો કે જે મુખ્યમંત્રી નો ગૃહ જિલ્લો છે એ જિલ્લામાં જ 1716 બાળકો રેડ ઝોનમાં આવ્યા છે , બે વર્ષ પહેલા એવી જાહેરાતો કરવામાં આવી હતી કે ગુજરાતને કુપોષણ થી મુક્તિ આપવા સરકાર કાર્યરત છે પરન્તુ એક જિલ્લા ના આંકડા જ કહી દે છે કે રાજ્યની હકીકત શું છે , કારણ કે દેશ જ નહિ દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં ટોપ ટેનમાં રાજકોટ આવે અને ત્યાં જ કુપોષિત બાળકોના આંકડા સામે આવે ત્યારે વિચારવું રહ્યું છે આ શું થઇ રહ્યું છે અને વિકાસ કઈ તરફ જય રહ્યો છે , માત્ર સમારંભ કરી નાખવાથી કે તાલુકે તાલુકે પોષણ અભિયાન કાર્યક્રમ આપી દેવાથી બાળકો પોષણક્ષમ બની જશે ? તો જવાબ છે નહિ , સામે આવેલા આંકડામાં સૌથી વધુ કુપોષણનો શિકાર અગર કોઈ બન્યા હોઈ તો શ્રમિક પરિવારના બાળકો છે જેને પૂરતું ભોજન કે જરૂરી માનવ જરૂરિયાત નું અન્ન મળતું નથી આ હકીકત વિકાસશીલ અને સંવેદનશીલ સરકારના ગાલે તમાચા સમાન છે 

Related News