લીલી ચટણી-ચેવડો અને પેંડાએ રંગીલા રાજકોટનું છે મેનુ !: શું છે આ શહેરનો મિજાજ 

લાઇફ સ્ટાઇલ Publish Date : 06 February, 2020 04:48 AM

લીલી ચટણી અને ચેવડો અને પેંડા એ રંગીલા રાજકોટનું છે મેનુ !: શું છે આ શહેરનો મિજાજ 

ન્યૂઝ ડેક્સ 
રંગીલા શહેર રાજકોટની ખાણીપીણીની વાત નિરાળી છે , આમ તો હાઈ દેશી થી લઈને વિદેશી બધા જ પ્રકારના ભોજનનો સ્વાદ માનવા મળી રહે છે પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં જો કોઈ વાનગી કે પછી કોઈ સ્નેક્સ ફેમસ અને મનભાવન બની રહ્યું હોઈ તો એ છે રાજકોટનો ચેવડો અને લીલી ચટણી સાથે રાજકોટના પેંડા , જીહા રાજકોટ એક વખત આવી ગયેલા અને રાજકોટ સાથે જરા પણ નાતો ધરાવતા લોકો રાજકોટથી આવતા લોકો પાસે એક ડિમાન્ડ તો કરે છે જ અને એ છે રાજકોટના ચેવડો અને લીલી ચટણી સાથે પેંડા ની ,....

આજ ના સ્માયમાં રાજકોટ એ મેટ્રોપોલિટિન શહેર બની રહ્યું છે આને એની ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના પ્રવાસીઓ આવે છે પરંતુ અહીં દેશભરની સાથે દરેક રાજ્ય અને વિદેશથી પણ મહેમાનો આવે છે એક વખત જેને રાજકોટ ગમ્યું છે તેને બીજું કોઈ શહેર ગમતું નથી કારણ કે અહીં રહેવાની માજા અને અહીં ની મોજ વાળી લાઈફને પગલે રાજકોટ તમામને ઘેલું લગાડે છે , રાજકોટના વણેલા અને ફાફડા ગાંઠિયા સાથે રાજકોટનો સંભારો અને મરચા લીલી અને લાલા ચટણી બીજે ક્યાંય નહિ મળે અને જો મળે તો એ રાજકોટની ની કોપી કરેલી માનવું , કારણ કે અહીં બધું જ અનોખું મળે છે , રાજકોટવાસીઓને અમથા જ રંગીલા નથી કહેવાતા , કારણકે રંગીલા છે એટલે જ તો અહીં બે વખત સવાર પડે છે , હા એક તો સવારે 7 વાગ્યે સૂર્યોદય સાથે અને બીજી સવાર એટલે બપોર જમ્યા બાદ સુઈ ને સાંજે 4 વાગ્યે ઉઠવાની , રાજકોટની તાસીર ગણો કે અણીની રીત રિવાજ કે વાતાવરણ બપોરે સુવે નહીં તે રાજકોટનો ન કહેવાય એવી અહીંની પ્રથા છે , તો સવારે મોર્નિંગ વોક માટે શહેરના ગમે તે ખૂણે રહેતા રાજકોટવાસી રેસકોર્સ જરૂર પહોંચે છે , તો સાંજના સમયે પણ લટાર મારવા માટે રેસકોર્સ એ સૌનું મનપસંદ છે , રવિવાર તો જાને અહીં બારમાસી મેળો , પરિવાર સાથે મિત્રો સાથે રેસકોર્સ ચક્કર  મારવા ન જાય તેનો રવિવાર જ ખોટો એવું માનવામાં આવે છે અહીં વળી બારેમાસ તહેવાર જેવો જ માહોલ હોઈ
વાત અહીંના ખાનપાન ની તો રાજકોટમાં લીલી ચટણી અને ચેવડો સાથે જલારામ ની ચીકી પણ એટલી જ મનપસંદ છે પહેલા માત્ર શિયાળામાં જ મળતી શીંગ અને દાળિયા સાથે ટાલની ચીકી હવે 100 જેટલી વેરાયટીમાં બારેમાસ ઉપલબ્ધ છે પ્રકાશભાઈએ લોકોને બારેમાસ ચીકી ખાવાનું ઘેલું લગાડી દીધું છે તો પેંડા માટે જયસીયારામ પણ સૌની પહેલી પસંદ છે , અહીં સાદા પેંડા થી લઈને કેસર અને હવે તો ચોકલેટ પેંડાએ પણ અનેરો સ્વાદ જગાવ્યો છે તો જુના અને નવા ખુલેલા રેસ્ટોરન્ટ એ લોક માટે ભોજન ની નવી જ રેન્જ ખોલી નાખી છે , પંજાબી માટે પહેલી પસંદ લોકો કાયમ માટે લોર્ડ્સ રેસ્ટોરન્ટ રહ્યું છે આજે પણ તેનો સ્વાદ બેમિસાલ માનવામાં આવે છે તો લોર્ડ્સ સાથે હવે ઇમ્પિરિયલ 5 સ્ટાર હોસ્પિટાલિટી માટે ઉપલબ્ધ છે તો બીજી અનેક રેસ્ટોરન્ટ અને હોટેલ વચ્ચે ઢાબા અને નાના રેસ્ટોરન્ટ પણ મોટી રેન્જમાં ખુલ્યા છે સપ્તાહમાં એક વખત બહાર જમવાનું એ રાજકોટનો ટ્રેન્ડ બન્યો છે 

Related News