ગુજરાતમાં બર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો છે, જૂનાગઢના માણાવદર ખાતે મોત થયેલા પક્ષીઓના 300 જેટલા સેમ્પલ ભોપાલ મોકલાયા હતા જે અંગે તપાસ કરતા આ પક્ષીઓના મોત બર્ડ ફલૂ ને કારણે થયા હોવાનું બહાર આવ્યું હતું, જૂનાગઢ જિલ્લામાં મોત થયેલા પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ આવતા સમગ્ર ગુજરાત માં ખળભળાટ મચી ગયો છે, બર્ડ ફ્લૂના કેસને પગલે નળ સરોવર, થોળ અભયારણ્ય અને ખીજડિયા પક્ષી અભ્યારણ બંધ કરી દેવાયા છે.