11 મીએ રાબેતા મુજબ ગ્રાહકોને ગેસ પુરવઠો મળશે, ગુજરાત ગેસની સ્પષ્ટતા

GUJARAT Publish Date : 08 January, 2021 07:43 PM

ગુજરાતમાં 11 જાન્યુઆરીએ ગેસ પાઇપલાઇનમાં સમારકામ કરવાનું હોવાથી એક દિવસ માટે ગેસ પુરવઠો નહીં મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જોકે, હવે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગુજરાત ગેસ કંપનીના 29 કલાક સુધી રાજ્યમાં સમારકામના પગલે ગેસ પુરવઠો બંધ રહેવાના અહેવાલો અંગે આ માહિતી માત્ર અફવા હોય તેવું સામે આવ્યું હતુ

આ અંગે ચરોતર ગેસ કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી જેમાં ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં ફરતા અહેવાલાને પગલે શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપ્રશકારોમાં દેકારો મચી ગયો છે. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.

દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી 11 જાન્યુઆરીનો રોજ સવાર 5 વાગ્યાથી ગેસ સપ્લાય બંધ રહેશે. જે 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ ખબરથી લાખો વાહનચાલકો, ગૃહિણીઓ ગેસ વિના 29 કલાક કેવી રીતે વિટાવીશું તેને લઈ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. ગુજરાતમાં 21 વર્ષમાં પ્રથમવાર હશે કે ગેસ સપ્લાય બંધ રહેશે તેની સાથે જ ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ બિનસત્તાવાર માહિતી વહેતી થઈ હતી.

Related News