ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હાઇકોર્ટે આપ્યો ઝાટકો : ચૂંટણી રદ્દ કરતા મંત્રીપદનું જોખમ

નેશનલ ન્યૂઝ  Publish Date : 12 May, 2020 11:33 AM

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ફટકો : હાઇકોર્ટે ચૂંટણી જ રદ્દ કરી નાખી 

 

અમદાવાદ  

રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને આજે હાઇકોર્ટમાં જોરદાર ઝાટકો લાગ્યો છે , વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીતેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વિજયને પડકારતી અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે તે સમયના ચૂંટણી અધિકારી ધવલ જાનીએ પોસ્ટલ  મત ગણવાનું ઇરાદાપૂર્વક બાકાત રાખ્યું હતું અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા જાહેર થયા હતા જોકે આ ગણતરી અને પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને આજે ચુકાદો આવી જતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા નું ધારાસભ્યપદ રદ્દ કરવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો છે , સમગ્ર મામલે શિક્ષણમંત્રી ચુડાસમાએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે પ્રક્રિયા હાથ ધરી છે , તો આ ચુકાદાને કોંગ્રેસે આવકારીને સત્યમેવ જયતે તરીકે ગણાવ્યો છે, આમ ધોળકા ની બેઠકની ચૂંટણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માટે મોટી મુસીબત સમાન બની છે , તેઓ અઢીવર્ષથી અહીંથી ધારાસભ્ય તરીકે છે અને તેના કારણે જ તેઓને શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે જોકે હવે હાઇકોર્ટે ચુકાદો આપતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી લંબાશે તેના સંકેત ભાજપના અગ્રણીઓએ આપ્યા છે અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે

Related News