કેન્દ્ર સરકારના રાહત પેકેજને આવકારતા કૃષિ મંત્રી આર સી ફળદુ

નેશનલ ન્યૂઝ  Publish Date : 15 May, 2020 02:00 AM

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ કૃષિલક્ષી પેકેજને કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ દ્વારા હ્દયપૂર્વક આવકાર. 

 

▪રૂા.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પકેજના ત્રીજા ચરણમાં કેન્દ્રના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામને કૃષિ, સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ફાળવણી બદલ આભાર

 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ કૃષિલક્ષી પેકેજને કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુએ હ્દયપૂર્વક આવકારતા જણાવ્યુ છે કે રૂા.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશના કૃષિ, સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ચોક્કસ નવી દિશા મળશે. ખેડૂતોના આર્થિક વૃધ્ધિના ધ્વાર ખુલશે. કેન્દ્રીય નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારામનનો આ ફાળવણી બદલ આભાર પણ તેમણે વ્યકત કર્યો છે.

 

 

દેશમાં કોલ સ્ટોરેજ ચેઇન તથા પાકની લલણી બાદ ગોડાઉન વગેરેની સુવિધા ઉભી કરવા, કૃષિ કોપ. સોસાયટી તથા ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઝેશન, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ વગેરેને માટે રૂા. એક લાખ કરોડનું ખાસ ભંડોળ તાત્કાલીક ઉભુ કરાશે. જે ખેડૂતોને વ્યાજબી ભાવે આ સેવા પુરી પાડશે.

• કાશ્મીરમાં કેસર, આંધ્રપ્રદેશમાં મરચા, ઉત્તરપ્રદેશમાં કેરીની જેમ જુદા જુદા રાજ્યોની અલગ અલગ ખેત પેદાશોના ક્લસ્ટર આધારીત નાના ફૂડ એકમો માટે 10 હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે, બે લાખ નાના ફૂડ એકમોને લાભ મળશે, રોજગારીમાં પણ ફાયદો થશે, આવા એકમોને બ્રાન્ડ ઉભી કરવા તથા આધુનિકીકરણ માટે ફંડનો ઉપયોગ કરાશે.

• દેશમાં મત્સ્ય ઉદ્યોગ માટે માછલી પાલન અને તેનું ઉત્પાદન વધારવા રૂા. 11 હજાર કરોડ અને કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટીંગ માટે રૂા. 9 હજાર કરોડનું ભંડોળ ફાળવાશે, દેશમાં સી-ફૂડ નિકાસ રૂા. એક લાખ કરોડની કરવાનો લક્ષ્યાંક.

• દેશમાં દુધાળા પશુઓને ફુટ એન્ડ માઉથ સહિતના જે રોગ થાય છે તેને નિયંત્રણમાં લાવવાના કાર્યક્રમ માટે રૂા. 13343 કરોડનું પેકેજ જાહેર થયું છે. જેમાં ભેંસ, ઘેટા, બકરી તથા પીગ જેવા પ3 કરોડ પશુઓનું 100 ટકા વેકસીનેશન થશે. અત્યાર સુધીમાં 1.50 કરોડ ગાય અને ભેંસનું વેકસીનેશન કરાયું છે.

• પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ પેકેજ અંતર્ગત પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડ પેટે 15 હજાર કરોડ ફાળવાયા છે. ડેરી પ્રોડકટ પ્લાન્ટ માટે સરકાર સહાય કરશે. લોન વ્યાજમાં પણ છુટ અપાશે.

• હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા 4 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. ગંગા નદીના સ્ત્રાવ ક્ષેત્રમાં હર્બલ ખેતી કરાવીને સ્થાનિક ખેડૂતોને પાંચ હજાર કરોડની આવક ઉભી કરવાનું આયોજન.

• દેશમાં મધમાખી ઉછેર વ્યવસાયને પ્રોત્સાહિત કરવા રૂા. 500 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મધમાખી ઉછેર કેન્દ્ર, મધ કલેકશન તથા માર્કેટીંગ અને સ્ટોરેજ કેન્દ્ર તથા વેલ્યુ એડીશન સુવિધા માટે આ રકમ ખર્ચાશે, ખાસ કરીને મહિલાઓ માટે આ ઉદ્યોગમાં પ્રોત્સાહન અપાશે જેનાથી બે લાખ મધમાખી ઉછેર કેન્દ્રો બનશે.

• દેશમાં ટમેટા, ડુંગળી અને બટેટા માટે ઓપરેશન ગ્રીન યોજના અમલમાં છે. તેમાં હવે તમામ ફળો અને શાકભાજી સમાવી લેવામાં આવ્યા છે. દેશમાં શાકભાજી તથા ફળોના વધુ ઉત્પાદન કે અછત સમયે સપ્લાય ચેઇન ખોરવાઇ નહી અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે આ યોજના કામ કરશે. વધુ ઉત્પાદન કે અછત સમયે માર્કેટ ટ્રાન્સપોર્ટેશન માટે 50 ટકા સબસીડી, કોલ્ડ સ્ટોરેજ સહિતની સાચવણી માટે 50 ટકા સબસીડી, હાલ આ યોજના છ મહિના માટે લાગુ કરાઇ છે.

• આવશ્યક ચીજવસ્તુ ધારા 1955માં સુધારો કરાશે. ખેડૂતોને ખેતપેદાશોના વધુ સારા ભાવ મળે તથા રોકાણ અને સ્પર્ધાત્મક વધે તે માટે કઠોળ, ખાદ્ય તેલો, તેલીબીયા, ડુંગળી અને બટેટાને ડીરેગ્યુલેટ કરાશે. કુદરતી આફત કે દુષ્કાળ જેવા અપવાદરૂપ તબકકે જ સ્ટોક લીમીટ દાખલ કરાશે. નિકાસકાર કે પ્રોસેસર માટે સ્ટોક લીમીટ લાગુ નહી કરાઇ.

• ખેડૂતોને હાલ તેના ઉત્પાદનો વેચવા માટે માન્ય માર્કેટીંગ યાર્ડમાં જવું ફરજિયાત છે તેમાં ખેડૂતોને યોગ્ય સ્પર્ધાત્મક ભાવ મળતા નથી તે દુર કરવા એગ્રીકલ્ચર માર્કેટીંગ રીફોર્મ આવશે. કેન્દ્રીય કાયદાના સુધારાથી ખેડૂતો તેના ઉત્પાદનો સ્પર્ધાત્મક ભાવે વેચી શકે તે માટે ઇન્ટર સ્ટેટ નિયંત્રણો દુર થશે. ઇ-ટેન્ડરીંગની પ્રક્રિયાનું ફ્રેમ વર્ક તૈયાર કરાશે.

આમ, આ પેકેજ થકી ખેડૂતો નવી દિશા પકડીને આગળ વધશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ઝડપ થી બગડી જતા પાકો, રોકડીયા પાકો, ફૃડ પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન થકી ખેડૂતોને આર્થિક વૃધ્ધિના ધ્વાર ખુલશે. દેશ અને રાજય આત્મનિર્ભર થાય અને કૃષિ તથા આનુષંગિક પ્રવૃતિઓને વેગ મળે તે તરફના પ્રયત્નો માટે તેમણે દેશના વડાપ્રધાન તથા નાણાંપ્રધાનનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો છે.

Related News